Site icon Revoi.in

ગેંગરેપ અને આપઘાત કેસઃ પોલીસને મળી મહત્વની સફળતા, વોચમેનની અટકાયત

Social Share

અમદાવાદઃ નવસારીમાં એક ટ્રેનમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાની ચકચારી ઘટનામાં પોલીસ તપાસમાં તેની ઉપર આપઘાત પહેલા સામુહિક બળાત્કાર થયો હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણનો ભેદ ઉકેલવા માટે રેલવે પોલીસ, વડોદરા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ કરી હતી. જો કે, પોલીસને આરોપીઓ સુધી પહોંચવાના કોઈ પુરાવા મળી આવ્યાં ન હતા.

બીજી તરફ સમગ્ર કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. દરમિયાન પોલીસને મહત્વનો પુરાવો મળ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસને પીડિતાની સાઈકલ મળી આવી છે. એટલું જ નહીં સાઈકલને છુપાવનારા એક સિક્યુરિટી ગાર્ડની પણ પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા રેલવે એલસીબીની ટીમને પીડિતાની સાઈકલ શોધવામાં સફળતા મળી હતી. યુવતી સાઈકલ લઈને લક્ષ્મીનગર સોાસયટી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બે શખસોએ તેને રિક્ષા વડે ટક્કર મારીને પાડી દીધી હતી. ત્યારબાદ આ જ શખસોએ યુવતીને વેક્સિન ગ્રાઉન્ડ પર લઈ જઈને તેના પર ગેંગરેપ ગુજાર્યો હતો.

પોલીસની તપાસમાં પીડિતાની સાઈકલ એક વોચમેન લઈ ગયાનું ખૂલ્યું હતું. જેથી વોચમેનની તપાસ શરૂ કરી હતી. આખરે પોલીસને મહેશ રાઠવા નામના ગાર્ડને શોધી લીધો છે. તેમજ એક બંગલા નજીક સંતાડેલી પીડિતાની સાઈકલ પણ મળી આવી હતી. પોલીસે સિક્યુરિટી ગાર્ડ મહેશ રાઠવાની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે. તેની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થવાની શકયતા છે.