Site icon Revoi.in

દરેક શહેરમાં આરોગ્ય-શિક્ષણ ક્ષેત્રે ગતિ શક્તિ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવે: કેન્દ્રીય મંત્રી

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગાંધીનગરમાં  ભારત સરકારના ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ યુઝ એન્ડ લેન્ડ ઇન્ફોર્મેટિક્સ (BISAG)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ BISAG દ્વારા કરવામાં આવી રહેલા કામ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાનો હતો.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પીએમ ગતિ શક્તિ હેઠળ વિવિધ પ્રોજેક્ટ્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે દેશભરના દરેક શહેરમાં ગતિ શક્તિ પ્રોજેક્ટને ખૂબ જ ઊંડાણપૂર્વક અમલમાં મૂકવાનું પણ સૂચન કર્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આગામી દિવસોમાં આ ગતિ શક્તિ પ્રોજેકટ લોકો સુધી સરળતાથી પહોંચે, જેના માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે દરેક રાજ્યના ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા અધિકારીઓને આગામી દિવસોમાં BISAGની મુલાકાત લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Exit mobile version