અમદાવાદઃ SGVP ટ્રોફી (U-17)ની ગુજરાત ક્રિકેટ ઈન્સ્ટીટ્યુટ (જીસીઆઈ) અને એસજીવીપી સૂર્યા સ્પોર્ટ એકેડમી વચ્ચે રમાયેલી મેચમાં જીસીઆઈનો 9 વિકેટે ભવ્ય વિજય થયો હતો.
પ્રથમ ટોસ જીતીની જીસીઆઈએ બોલીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી એસજીવીપી સૂર્યા સ્પોર્ટ એકેડમીની ટીમે 30 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યાં હતા.ઋતુરાજ જાડેજાએ સૌથી વધારે 56 રન બનાવ્યાં હતા. આ ઉપરાંત હર્ષવર્ધન જાડેજાએ 43, આયુષ સાહુએ 14, તીર્થ પેટેલે 13, મીતરાજસિંહે 12 રન બનાવ્યાં હતા. જ્યારે જીસીઆઈ તરફથી ધ્વનિતે પાંચ ઓવરમાં 23 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે નીધીશ શાહે બે દેવાર્ષ ત્રિવેદીએ એક ઝડપી હતી.
164 રનનો પીછો કરવા ઉતરેલી જીસીઆઈની ટીમે માત્ર એક વિકેટ ગુમાવીને 19.5 ઓવરમાં જ 167 રન બનાવીને જીત મેળવી હતી. ઓપનર ભવ્ય પટેલ 60 બોલમાં 64 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે દેવર્ષ ત્રિદેવીએ 85 અને મલ્હાર રાવલે 8 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો હતો. એસજીવીપી સૂર્યા સ્પોર્ટ એકેડમી તરફથી સૂર્યા પંચોલીને જ માત્ર સફળતા મળી હતી. તેણે બે ઓવરમાં 2 ઓવરમાં 11 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

