Site icon Revoi.in

અશાંત પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ જ યોજાશે સામાન્ય ચૂંટણી

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનની સરકારે કહ્યું છે કે દેશમાં સામાન્ય ચૂંટણી યોજના મુજબ જ થશે. હિંસામાં વધારા અંગે ચર્ચા કરવા માટે દેશની ચૂંટણી સંસ્થાએ સરકાર અને ગુપ્તચર અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આ નિવેદન આપ્યું છે. મંત્રી ગોહર ઇજાઝે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંત, જ્યાં ઇસ્લામાબાદ દાયકાઓથી વિદ્રોહ સામે લડી રહ્યું છે, ત્યાં હુમલાથી સુરક્ષાને કોઈ ખતરો નથી. તેમણે કહ્યું કે, તેઓ ચૂંટણી માટે યોગ્ય સુરક્ષા પૂરી પાડશે.

છેલ્લા કેટલાક દિવસોમાં, સમગ્ર બલૂચિસ્તાનમાં એક ડઝન અલગ-અલગ હુમલાઓ નોંધાયા છે, જેમાંથી ઓછામાં ઓછા પાંચમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોને નિશાન બનાવવામાં આવ્યા છે. મંગળવારે, પ્રાંતીય રાજધાની ક્વેટામાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની રેલી પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા. ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં, જાન્યુઆરીની શરૂઆતથી ઓછામાં ઓછા બે ઉમેદવારોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

 

Exit mobile version