Site icon Revoi.in

કેલ્શિયમની ઉણપ દૂર કરે છે આ 5 વસ્તુઓ ,તમારા હાડકાને મજબૂત બનાવા રોજીંદા આહારમાં કરો સામેલ

Social Share

આપણે દરેક ઋતુમાં આપણા શરીરનું પુરતું ધ્યાન આપવું જોઈએ ,ખાસ કરીને હાલ ગરમીના કારણે ખોરાક પર વધુ ધ્યાન આપવાનું હોય છે, , જો કે ઘણા લોકોને વાંરવાર હાથ પગ દુખાવાની ફરીયાદ હોય છે તેનું કારણ હોય છે કેલ્શિયમની ઉપણ, કેલ્શિયમ ઘણી રીતે શરીર માટે જરૂરી છે.

કેલ્શિયમ ખાસ કરીને હાડકાં માટે જરૂરી છે. તે માત્ર હાડકાંને જ મજબૂત બનાવતું નથી, પરંતુ રક્ત પરિભ્રમણ એટલે કે રક્ત પ્રવાહ, સ્નાયુઓ બનાવવા અને મગજને સંદેશા મોકલવામાં પણ ફાયદાકારક છે. શરીરમાં કેલ્શિયમ માટે આહારમાં કેલ્શિયમથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવામાં આવે છે. વિટામિન ડીની મદદથી શરીરમાં કેલ્શિયમનું શોષણ થાય છે. એક પુખ્ત વ્યક્તિને દરરોજ ઓછામાં ઓછા 1000 મિલિગ્રામ કેલ્શિયમની જરૂર હોય છે. ચાલો જાણીએ કે દૂધ સિવાય એવા કયા ખોરાક છે જે કેલ્શિયમના સારા સ્ત્રોત છે.

રાગી (નાગલી) – ગ્લુટેન ફ્રી રાગીને ડાયટમાં સરળતાથી સામેલ કરી શકાય છે. 100 ગ્રામ રાગીમાં લગભગ 345 મિલિગ્રામ કેલ્શિયમ જોવા મળે છે. રાગીમાંથી બનાવેલ ચીલા અથવા ઉપમા અઠવાડિયામાં 3-4 વખત ખાઈ શકાય છે

બદામ – બદામનું દરરોજ થોડું-થોડું સેવન કરી શકાય છે. એક કપ બદામમાં લગભગ 300 મિલિગ્રામ કેલ્શિયમ જોવા મળે છે. આ ઉપરાંત તે અન્ય પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે.એટલે રોજ તમે સવારે 4 થી 5 નંગ બદામ ખાઈ શકો છો.

ટોફુ – ટોફુ માત્ર શાકાહારીઓ માટે જ નહીં પણ શાકાહારી લોકો માટે પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. 100 ગ્રામ ટોફુમાં લગભગ 350 મિલિગ્રામ કેલ્શિયમ જોવા મળે છે. તેને ચીઝની જેમ બનાવવામાં અને ખાવામાં આવે છે.

ચણા – ચણામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. લગભગ 2 કપ ચણા શરીરને 420 મિલિગ્રામ કેલ્શિયમ આપે છે. તેના શાક, ચાટ, સેન્ડવીચ વગેરે આરામથી બનાવીને ખાઈ શકાય છે.આ સાથે જ તમે શેકેલા અને બાફેલા ચણાને પણ ખોરાકમાં સામેલ કરી શકો છો.

સોયાબીન – નિષ્ણાંતોના કહેવા પ્રમાણે લગભગ 100 ગ્રામ સોયાબીનમાં 239 મિલિગ્રામ કેલ્શિયમ જોવા મળે છે. તેમાં આયર્ન અને પ્રોટીન પણ સારી માત્રામાં હોય છે. સોયાબીનમાંથી બનેલા ખોરાકને પણ આહારમાં સામેલ કરી શકાય છે.