Site icon Revoi.in

ગોવા વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસ અને તૃણમૂલ વચ્ચે ગઠબંધન થાય તેવી શકયતા

Social Share

મુંબઈઃ ગોવામાં વિધાનસભાની ચૂંટણી જાહેરાત થતા જ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા ગોવામાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી હતી. ગોવામાં તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે તેવી શકયતાઓ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગોવા સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દેશની જનતાની નજર આ ચૂંટણીઓ ઉપર મંડાયેલી છે. જો કે, ગોવામાં કોંગ્રેસ અને તૃણણૂલ કોંગ્રેસ વચ્ચે કોંગ્રેસ વચ્ચે ગઠબંધને લઈને વિવિધ અટકળો વહેતી થઈ હતી. જો કે, બંને વચ્ચે ગઠબંધનની રૂપરેખા તૈયાર થઈ શકી ન હતી. દરમિયાન કોંગ્રેસે ગોવામાં પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. દરમિયાન તૃણમુલ કોંગ્રેસના ગોવાના ઈન્ચાર્જ અને સાંસદ મહુવા મોઈત્રાએ જાહેર કર્યું છે કે, રાજ્યમાં ચૂંટણી જોડાણ માટે અમારું મન ખુલ્લું છે.

કોંગ્રેસ જો સાથે આવતી હોય તો કોઈ પ્રશ્ન નથી, અમારો ધ્યેય ભાજપને પરાજિત કરવાનો છે. હવે કોંગ્રેસ તેમાં કઈ રીતે પ્રતિભાવ આપે છે તેના પર સૌની નજર છે.