1. Home
  2. Tag "possibility"

ગુજરાતમાં શનિવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ સામાન્ય માવઠું પડવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું છે.  લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. આગામી ચાર  દિવસ  વાતાવરણ સુકું રહેશે. ત્યારબાદ તા. 25 અને 26 નવેમ્બરે વાતાવરણમાં પલટો આવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સામાન્યથી મધ્યમ છૂટો છવાયા કમોસમી વરસાદના ઝાંપટાં […]

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપ મેચ રમાવાની શક્યતા

અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા ગણાતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આ વર્ષે આઈસીસી વન ડે ક્રિક્રેટ કપ  અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચ યોજવામાં આવે તેવી પુરેપુરી શક્યતા છે. 2016 પછી પહેલીવાર ભારતીય ધરતી પર બંને ટીમો આમને સામને આવી શકે છે. ક્રિકેટ બોર્ડના સૂત્રોના જમાવ્યા મુજબ આ વર્ષે યોજાનારા વર્લ્ડકમાં ભારત અને […]

ગુજરાતમાં હવે ફરીવાર ગરમીમાં વધારો થશે, માર્ચના પ્રારંભે તાપમાન 40 ડિગ્રી નજીક પહોચશે

અમદાવાદ:  ગુજરાતમાં ઉનાળાના આગમન સાથે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જો કે, છેલ્લા બે દિવસથી રાતના તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આમ બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે હવે આજથી રાતના તાપમાનમાં પણ વધારો થશે. તેમજ સરેરાશ 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. એટલે કે, […]

ગુજરાતમાં જંત્રીના દરમાં 25 ટકા વધારાની શક્યતા, સરકાર ટુંકમાં નિર્ણય લેવાશે

અમદાવાદઃ ગુજરાત સરકાર વિકાસ કામોના ખર્ચને પહોંચી વળવા હવે આવક વધારવા પ્રયાસો કરી રહી છે. જેમાં જંત્રીના દરમાં વધારો કરીને આવક વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. રાજ્યમાં લગભગ એક દશકા બાદ હવે જંત્રીદરમાં વધારો કરવા રાજય સરકારે મંજુરી આપી છે, અને આગામી દિવસોમાં આ અંગેનો સર્વે જિલ્લા કલેકટર દ્વારા કરાયા બાદ તેને આખરી સ્વરૂપ અપાશે. જંત્રીના […]

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાત ભાજપના સંગઠન ફેરફારની શક્યતા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને સત્તાના સૂત્રો ફરીવાર સંભાળ્યા છે. ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ છે, ત્યારે ચૂંટાયેલી ઘણા ધારાસભ્યો પણ સંગઠનમાં હોદ્દાઓ સંભાળી રહ્યા છે. તેમને રૂખસદ આપીને અન્ય કાર્યકર્તાઓને સંગઠનમાં સમાવેશ કરવામાં આવશે. ભાજપની રાષ્ટ્રીય કારોબારી હાલ દિલ્હીમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ કારોબારીમાં હાજરી આપવા […]

ભારતમાં કોરોનાની નવી લહેરની શકયતાઓ ખુબ ઓછીઃ ડો. રણદીપ ગુલેરિયા

નવી દિલ્હીઃ ચીન સહિત દુનિયાના અનેક દેશો હાલ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ ભારતમાં ઉપર પણ કોરોનાના નવા વેરિએન્ટ બીએફ 7નો ખતરો મંડરાય રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સંભવિત સંકટને ધ્યાનમાં રાખીને અગમચેતી પગલા લેવામાં આવી રહ્યાં છે. જો કે, દેશમાં હાલ કોરોનાની ચોથી લહેરનો કોઈ ખતરો નહીં હોવાનું તબીબો માની રહ્યાં […]

આગાહી, ગુજરાતમાં 11મીથી 15મી ડિસેમ્બર દરમિયાન માવઠું પડવાની શક્યતા

અમદાવાદઃ શિયાળાનો સવા મહિનો વીતિ ગયો હોવા છતાં હજુ વાતાવરણમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હાલ બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુ લોકો અનુભવી રહ્યા છે. ત્યારે આગામી 11મી ડિસેમ્બરથી માવઠુ પડવાની હવામાન શાસ્ત્રીઓ માવઠુ પડવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશરની સાથે […]

ઘોઘા-હજીરા ફેરી સેવાને સરકારી પ્રોત્સાહન નહીં મળે તો કાયમી પૂર્ણ વિરામ મુકાઈ જવાની શક્યતા

ભાવનગરઃ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર ઘટાડનાર ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ ક્યારે શરૂ હોય અને ક્યારે બંધ હોય તે ખબર જ નથી હોતી. હાલ તો રો-પેક્સ ફેરી સેવા અલ્પવિરામમાં છે, પરંતુ આ ફેરી સર્વિસ પર પૂર્ણવિરામ મુકાઇ જવાની પૂર્ણ શક્યતાઓ છે. કારણ કે, રો-પેક્સ ફેરી સર્વિસના ઓપરેટરોને પરવડતું ન હોવાની બુમ ઊઠી છે. […]

ગોવા વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસ અને તૃણમૂલ વચ્ચે ગઠબંધન થાય તેવી શકયતા

કોંગ્રેસે અગાઉ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ગોવામાં વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો મુંબઈઃ ગોવામાં વિધાનસભાની ચૂંટણી જાહેરાત થતા જ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા ગોવામાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી હતી. ગોવામાં તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે તેવી શકયતાઓ […]

ગુજરાતમાં સતત 15 દિવસ સુધી કોવિડના કેસ વધશે તો ત્રીજી લહેરની શક્યતાઃ તબીબોનો મત

અમદાવાદઃ દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ છેલ્લા બે દિવસથી કોવિડના કેસમાં વધારો થયો છે. બે દિવસમાં સરેરાશ 40 જેટલા પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પમ હરકતમાં આવ્યું છે. જો સતત 15 દિવસ સુધી કોરોનાના કેસ વધશે તો કોરોનાની ત્રીજી લહેરની શકયતાને નકારી શકાય નહીં, તેવો મત તબીબોએ વ્યક્ત કર્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશન સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code