Site icon Revoi.in

ગોંડલનું માર્કેટિંગ યાર્ડ બન્યું નંબર વન, શેષની આવક સૌથી વધારે કરી ઉંઝા માર્કેટિંગ યાર્ડને પછાડ્યું

Social Share

રાજકોટ: વેપારની દુનિયામાં આમ તો ક્યારેક કોઈ આગળ તો ક્યારેક કોઈ પાછળ, એવી એક વધુ ઘટના જોવા મળી છે. વાત એવી છે કે સૌરાષ્ટ્રમાં આવેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા આ વખતે સૌથી વધુ શેષની આવક કરવામાં આવી છે અને તેના કારણે હવે તે ઊંઝાના માર્કેટિંગ યાર્ડ કરતા પણ વધારે શેષની આવક કરતું માર્કેટિંગ યાર્ડ બની ગયું છે.

વધુ જાણકારી અનુસાર ઊંઝા માર્કેટીંગ યાર્ડને પછાડી ગોંડલ યાર્ડ નંબર વન પર પહોંચ્યું છે. રાજ્યમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શેષની સૌથી વધુ આવક થઈ છે. નોંધનીય છે કે, છેલ્લા ઘણા વર્ષથી ઊંઝા માર્કેટિંગ યાર્ડ નંબર વન પર હતું. જો કે હવે ગોંડલ માર્કેટિંગ યાર્ડે પરચમ લહેરાવી નંબર વનની ગાદી પ્રાપ્ત કરી લીધી છે. બજાર નિયંત્રણ સમિતિની બુકમાં ગોંડલ યાર્ડની શેષની સૌથી વધુ આવકનો ઉલ્લેખ છે. દર વર્ષે બજાર નિયંત્રણ સમિતિ દ્વારા આ બુક બહાર પાડવામાં આવે છે.