Site icon Revoi.in

ગૂગલ ભૂકંપની આગાહી કરી શકે તેવુ ફીચલ લોંચ કરી શકે છે, એન્ડ્રોઈડ યુઝર્સ કરી શકશે ઉપયોગ

Social Share

કૂદરતી હોનારતોના કારણે સંપતિઓને તો નુક્સાન પહોંચતુ જ હોય છે પરંતુ કોઈકવાર જાનહાનિનું પણ મોટુ નુક્સાન થતુ હોય છે. જાનહાનીના આ નુક્સાનને ટાળી શકાય તે માટે ગૂગલ ટૂંક સમયમાં નવુ ફીચર લોન્ચ કરી શકે છે જે ભૂકંપની આગાહી કરશે.

હાલમાં ફોન પર વાતાવરણથી ટ્રાફિકની સ્થિતિ સુધીની તમામ અપડેટ મળી રહે છે. તેવામાં ભૂકંપને લઈને અગાઉથી એલર્ટ મળે તો કેવું? થોડા દિવસ અગાઉ આસામમાં આવેલા ભૂકંપ પછી આ એલર્ટની જરૂરીયાત વધી ગઈ. આમ તો ભૂકંપની અગાઉથી આગાહી કરવી મુશ્કેલ ભરેલી છે. પરંતુ ગૂગલએ આ દિશામાં અમુક હદ સુધી સફળતા હાંસલ કરી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે.

તાજેતરમાં જ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં જ ભૂકંપને લઈને એલર્ટ કરતું ફીચર લોન્ચ કરવા જઈ રહ્યા છે. શરૂઆતમાં તે અમુક દેશો માટે જ હશે. પરંતુ તેનો ઉપયોગ માત્ર એન્ડ્રોઇડ યૂઝર્સ જ કરી શકશે.

ગૂગલ દ્વારા એ ઓગસ્ટ 2020માં એન્ડ્રોઇડ યૂઝર્સ માટે ભૂકંપ એલર્ટ ફિચર જાહેર કર્યુ હતું. પરંતુ તે માત્ર અમેરિકાના અમુક વિસ્તારો માટે જ હતું. જો કે હવે ગ્રીસ અને ન્યૂઝીલેન્ડ માટે પણ તેને લોન્ચ કરી દેવામાં આવ્યું છે. એન્ડ્રોઇડ યુઝર્સને ભૂકંપના એલર્ટને ઓન-ઓફ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવશે.

ટેકનોલોજીની વેબસાઈટ ‘Verge’ના એક અહેવાલ અનુસાર, અમેરિકાના વોશિંગ્ટનના યુઝર્સને ગયા વર્ષે મે મહિનામાં આવેલા ભૂકંપને લઈને ગૂગલ પાસેથી જ એલર્ટ મળ્યું હતું. જોકે ગૂગલનો ભૂકંપ એલર્ટ ભારતમાં ક્યારે આવશે તેની જાણકારી હાલ ઉપલબ્ધ નથી.