Site icon Revoi.in

ઇન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાશે

Social Share

અમદાવાદઃ દેશની ભાવિ પેઢીઓ માટેના ઉત્કૃષ્ટ શિક્ષકોના નિર્માણ માટે કટિબદ્ધ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ઇન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (આઈ.આઈ.ટી.ઈ.)નો પાંચમો અને બાળસંભાળ, શિશુશિક્ષણ અને શાળાશિક્ષણ ક્ષેત્રે  કાર્યરત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ત્રીજો  પદવીદાન  સમારોહ 29 ઓક્ટોબર ,શનિવાર લાભપાંચમના શુભ દિને  આઈ.આઈ.ટી.ઈ. ગાંધીનગરના પ્રાંગણમાં યોજાશે.

ગુજરાતના રાજ્યપાલ અને ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાનારા આ પદવીદાન સમારોહમાં,મુખ્ય મહેમાન પદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અતિથિ વિશેષ તરીકે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને શિક્ષણ રાજય મંત્રી કુબેરભાઈ ડીંડોરની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપિત બંને યુનિવર્સિટીઓના સંયુક્ત પદવીદાન સમારોહમાં આઈઆઈટીઈના સ્નાતક,અનુસ્નાતક અભ્યાસક્રમોના 2534 ઉત્તીર્ણ વિધાર્થીઓને અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના અનુસ્નાતક, અનુસ્નાતક ડિપ્લોમા, પીએચ.ડી સહિત 112 વિધાર્થીઓને એમ કુલ 2666 વિધાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.

આ પ્રસંગે રાજ્યની અન્ય યુનિવર્સિટીના કુલપતિઓ, બંને યુનિવર્સિટીના વિવિધ વૈધાનિક મંડળોના સભ્યઓ, અધ્યાપકો,આચાર્યો ઉપસ્થિત રહી  સર્વે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવશે.