1. Home
  2. Tag "Graduation Ceremony"

વિદ્યા પ્રાપ્તિ બાદ વ્યક્તિઓએ નમ્ર બનવુ જોઈએ, સૌમ્યતાથી સન્માનતા પ્રાપ્ત થાય છેઃ રાજ્યપાલ

અમદાવાદઃ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો  9મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં કચ્છના અંતરિયાળ વિસ્તારો એવા નલિયા, દયાપર, રાપર અને ખાવડામાં યુનિવર્સિટીના 4 નવા સેન્ટરનો શુભારંભ પણ કરાયો હતો. ઉપરાંત નવા 5 અભ્યાસક્રમો પણ લોન્ચ કરાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલ દેવવ્રતજીએ પદવી ધારકોને શીખ આપતા જણાવ્યું હતું કે, વિદ્યા […]

સતત શીખતા રહેવાથી જ જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, આજીવન વિદ્યાર્થી બનીને રહેવું જોઈએઃ રાજ્યપાલ

દાંતિવાડાઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ  સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 19મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રની ઉન્નતિ અને ગૌરવ વધે એ માટે શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. વ્યક્તિએ આજીવન, જીવનની અંતિમ ક્ષણ સુધી […]

આણંદ કૃષિ યુનિવર્સિટીઃ પદવીદાન સમારોહમાં 578 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

અમદાવાદઃ આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવિદાન સમારોહ રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પદવીદાન સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ, બાગાયત, ફુડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયોએનર્જી, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી, એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ એગ્રી. બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૫૭૮ વિદ્યાર્થીઓને પદવી તથા ૪૧ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ ૮૨ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહ એક સાથે યોજવા સામે વિરોધ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈને કોઈ પ્રશ્ને વિવાદમાં રહેતી હોય છે. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ નજીકમાં છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા આવતા મહિને એટલે કે માર્ચ મહિનામાં યુનિ.ના પદવીદાન સમારોહ તેમજ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવતા વિરોધ ઊભો થયો છે. યુવક મહોત્સવ અને પદવીદાન સમારોહનું એક સાથે આયોજન કરવામાં આવતા અરાજકતા ફેલાય તેવી ભીતિ છે. વિદ્યાર્થીઓની પરીક્ષા […]

એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રમાં મહિલાઓનું વધતું પ્રમાણ એ દેશ માટે શુભ સંકેતઃ રાષ્ટ્રપતિ

સુરતઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ શહેરની  સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT)નાં 20માં પદવીદાન સમારોહના અધ્યક્ષસ્થાનેથી દીક્ષાંત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓનું વધતું પ્રમાણ એ દેશની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે શુભ સંકેત છે.  દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારીશક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ હોવાનું જણાવી રાષ્ટ્રપતિએ નવા ઉદ્યોગો અને […]

નવી શિક્ષણ નીતિથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છેઃ મુખ્યમંત્રી

વડોદરાઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિના અમલીકરણથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છે. આ નવી શિક્ષણ નીતિમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાના પણ દર્શન થાય છે. તેમણે ઉમેર્યું  કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી છે. દેશમાં હવે ઉચ્ચ શિક્ષણમાં પણ માતૃભાષામાં અભ્યાસ કરાવવામાં […]

યુવાનોએ નિષ્ફળતાનો ભય રાખ્યા વિના સફળ થવા માટે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએઃ ઉપરાષ્ટ્રપતિ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના 72 મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના 51622 વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના અધ્યક્ષપદે આયોજિત આ દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવ્રતજી, CM ભૂપેન્દ્ર પટેલ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી અને મહાનુભાવોએ ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં નવનિર્મિત અટલ – […]

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના 19માં પદવીદાન સમારોહમાં 628 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત

જુનાગઢઃ ગુજરાતના રાજયપાલ અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને, આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ 628 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલના હસ્તે 64 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ/ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને એક રોકડ પુરસ્કાર એનાયત ક૨વામાં આવ્યા હતા. કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજિત […]

નવી દિલ્હીઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાયન્સિસનો 9મો પદવીદાન સમારંભ યોજાયો

નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલિયરી સાયન્સિસ (આઇએલબીએસ)નાં નવમા પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આઈએલબીએસએ વિશ્વ કક્ષાની કાર્યક્ષમતા અને અખંડિતતાના બળ પર માત્ર 13 વર્ષના ગાળામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તેમને એ જાણીને આનંદ થયો કે આઈએલબીએસ ખાતે 1000 થી વધુ યકૃત પ્રત્યારોપણ અને […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ રાજ્યપાલની ઉપસ્થિતિમાં 21મી ડિસેમ્બરે યોજાશે,

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી 21મી ડિસેમ્બરના રોજ યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 14 ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી કમિટી ન રચાતા પદવીદાન સમારોહ જૂના સેનેટ સભ્યોની હાજરીમાં જ પદવીદાન સમારોહ યોજવો પડશે સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ પાડવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code