1. Home
  2. Tag "Governor Acharya Devvratji"

સંસ્કૃતથી વિશ્વમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનશેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ના 15 મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કૃત સાહિત્ય, વેદ-વેદાંગ, વ્યાકરણ, દર્શન, પુરાણ અને અભિનવવિદ્યા વિજ્ઞાન વિષયોના શાસ્ત્રી, આચાર્ય, તત્વાચાર્ય (એમ.ફીલ.) અને વિદ્યાવારિધિ ( પીએચ.ડી.) ની પદવીઓ પ્રદાન કરી હતી. રાજભવનથી વર્ચ્યુઅલી જોડાયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત ઉદબોધનમાં કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી […]

વર્તમાનના અનેક પડકારોના ઉકેલ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સફળ વિકલ્પ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 18મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પદવી મેળવીને જવાબદાર નાગરિક બનેલા છાત્રો, આ દેશના મેધાવી, પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી યુવાનો પોતપોતાના ક્ષેત્રોમાં પ્રમાણિકતાપૂર્વક પરિશ્રમ કરે તો ભારત રાષ્ટ્ર ગરિમાપૂર્ણ પ્રગતિના પંથે આગળ વધશે. વર્તમાન સમયના અનેક પડકારોના ઉકેલ માટે પ્રાકૃતિક કૃષિ […]

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો જન્મદિવસ, સીએમએ પાઠવી શુભકામના

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આજે 64મો જન્મદિવસ હતો. જેથી ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્ય હેતુ રાજભવન પરિવાર દ્વારા રાજભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિર દરમિયાન 903 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને બુધવારે તેમના 64 માં જન્મદિવસ અવસરે […]

ઇન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાશે

અમદાવાદઃ દેશની ભાવિ પેઢીઓ માટેના ઉત્કૃષ્ટ શિક્ષકોના નિર્માણ માટે કટિબદ્ધ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ઇન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (આઈ.આઈ.ટી.ઈ.)નો પાંચમો અને બાળસંભાળ, શિશુશિક્ષણ અને શાળાશિક્ષણ ક્ષેત્રે  કાર્યરત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ત્રીજો  પદવીદાન  સમારોહ 29 ઓક્ટોબર ,શનિવાર લાભપાંચમના શુભ દિને  આઈ.આઈ.ટી.ઈ. ગાંધીનગરના પ્રાંગણમાં યોજાશે. ગુજરાતના રાજ્યપાલ અને ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય […]