Site icon Revoi.in

એલઆઈસી એજન્ટો માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી

Social Share

નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)ના એજન્ટો અને કર્મચારીઓના લાભ માટે શ્રેણીબદ્ધ કલ્યાણકારી પગલાંને મંજૂરી આપી છે. કલ્યાણકારી પગલાં એલઆઇસી (એજન્ટો) નિયમન, 2017, ગ્રેજ્યુઇટીની મર્યાદામાં વધારો અને કુટુંબ પેન્શનનાં એકસમાન દર વગેરેમાં સુધારા સાથે સંબંધિત છે.

એલઆઇસીના એજન્ટો અને કર્મચારીઓને કલ્યાણકારી પગલાંની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં એલઆઈસી એજન્ટો માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી છે. તે એલઆઇસી એજન્ટોની કાર્યકારી સ્થિતિ અને લાભમાં નોંધપાત્ર સુધારો લાવશે. પુનઃનિયુક્ત એજન્ટોને નવીકરણ કમિશન માટે પાત્ર બનવા માટે સક્ષમ બનાવવું, જેથી તેમને નાણાકીય સ્થિરતામાં વધારો થાય. હાલમાં, એલઆઈસી એજન્ટો જૂની એજન્સી હેઠળ પૂર્ણ થયેલા કોઈપણ વ્યવસાય પર નવીકરણ કમિશન માટે પાત્ર નથી.  એજન્ટો માટે ટર્મ ઇન્સ્યોરન્સ કવર રૂ. 3,000-10,000ની હાલની રેન્જમાંથી વધારીને રૂ. 25,000-1,50,000 કરવામાં આવ્યું છે. ટર્મ ઇન્શ્યોરન્સમાં આ વધારાથી મૃત એજન્ટોના પરિવારોને નોંધપાત્ર લાભ થશે, જેનાથી તેમને વધારે નોંધપાત્ર કલ્યાણકારી લાભ મળશે. એલઆઈસી કર્મચારીઓના પરિવારોના કલ્યાણ માટે @30%ના સમાન દરે ફેમિલી પેન્શન. 13 લાખથી વધુ એજન્ટો અને 1 લાખથી વધુ નિયમિત કર્મચારીઓ, જેઓ એલઆઈસીના વિકાસમાં અને ભારતમાં વીમાના વ્યાપને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, આ કલ્યાણકારી પગલાંથી લાભ થશે.