Site icon Revoi.in

CEGR દ્વારા જીટીયુ જીસેટને બેસ્ટ એન્જિનિયરીંગ કૉલેજ ઈન વેસ્ટ ઈન્ડિયાનો એવોર્ડ એનાયત

Social Share

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દેશભરમાં ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે સતત અગ્રેસર રહી છે.  ઈનોવેશન , સ્ટાર્ટઅપ કે પછી ડિજિટલાઈઝેશન જેવા મહત્વના વિષયો પર જીટીયુ હંમેશા વિદ્યાર્થીઓ માટે કાર્યરત હોય છે. જેના ફળ સ્વરૂપે આજે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતના હસ્તે , સેન્ટર ફોર એજ્યુકેશન ગ્રોથ રીસર્ચ (CEGR) દ્વારા જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીને (જીસેટ) વર્ષ-2022 માટે વેસ્ટ ઈન્ડિયાની શ્રેષ્ઠ એન્જિનિયરીંગ કૉલેજનો એવોર્ડ એનાયત કરાયો છે.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ દ્વારા જીટીયુના તમામ કર્મચારીઓને આ સંદર્ભે અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, ટેક્નિકલ યુનિવર્સિટી તરીકે જીટીયુ ખરા અર્થમાં પ્રસ્થાપિત થયેલી છે. ઈમર્જિંગ એરીયાના વિવિધ કોર્સ ઈનોવેશન અને રિસર્ચ સંબધિત અદ્યતન સવલતોના ફળ સ્વરૂપે આ એવોર્ડ જીટીયુ જીસેટને મળ્યો છે. જીટીયુ વતી આ એવોર્ડ જીટીયુ જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ.ડી, પંચાલ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ જીસેટના તમામ સ્ટાફને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

જીટીયુ – જીસેટ ખાતે વિદેશી વિદ્યાર્થીઓ માટે ઈન્ટરનેશનલાઈઝેશન કલ્ચર , આઈ-ટી બેઝ્ડ તમામ પ્રકારની ડિજીટલાઈઝેશન સિસ્ટમ , સ્ટાર્ટઅપ અને ઈન્ક્યુબેશન સેન્ટર , સેન્ટર ફોર એક્સલેન્સ , સુપર કૉમ્યુટરની સુવિધા  આ ઉપરાંત બ્લ્યૂ પ્રિઝમ , એમેઝોન વેબ સર્વિસ , પોલો અલ્ટો જેવા ઈમર્જિંગ એરીયામાં ચલાવવમાં આવતાં શોર્ટ-ટર્મ ઓનલાઈન કોર્સિસ તેમજ સાયબર સિક્યોરીટી , ઈન્ટરનેટ ઑફ થીંગ્સ , ડેટા સાયન્સ , આર્ટીફિશ્યિલ ઈન્ટેલિજન્સ , મોબાઈલ કૉમ્યુનિકેશન એન્ડ નેટવર્ક ટેક્નોલોજી જેવા પીજી કોર્સ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને CEGR દ્વારા જીટીયુ જીસેટની પસંદગી કરવામાં આવી છે.