Site icon Revoi.in

થોરમાં ઉગતા લાલ ઝીંડવામાંથી GTUએ બનાવી કોરોના માટેની અક્સીર દવા

Social Share

અમદાવાદ : કોરોનાના કાળમાં ગુજરાત ટેકનોલોજી યુનિએ ઘણા સરાહનીય કામ કર્યા છે. રેમડેસિવિર ઈન્જેક્શન નકલી છે કે અસલી તેની ફ્રીમાં ચકાસણી કરી આપવાનું કામ તદઉપરાંત કોવિડ સેન્ટરો પર પણ યુનિના પ્રધ્યાપકોએ સેવા આપી હતી. યુનિ દ્વારા અવનવા સંશોધનો પણ કરવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે કોરોના સંક્રમણ દરમિયાન અને કોરોના મટ્યા બાદ દર્દીઓને શરીરમાં અશક્તિની ફરિયાદ રહેતી હોય છે. તેવામાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના પ્રોફેસર સંજય ચૌહાણે બનાવેલી આયુર્વેદિક હર્બલ મેડિસિન કોરોનાની સારવાર માટે અસરકારક સાબિત થઇ છે. ફાફડા થોરમાં ઉગતા લાલ ફુલમાંથી બનાવાયેલા આ દવા ઇમ્યુનિટી બુસ્ટર સાબિત થઇ છે. શરીરમાં બ્લડનું પ્રમાણ વધારવામાં પણ તે ખુબ જ મદદરૂપ સાબિત થઇ રહી છે. ફરીદાબાદની બાયોટેક્નોલોજી લેબમાં આ દવા પર કરવામાં આવેલા પરીક્ષણમાં 41 ટકા જેટલા સચોટ પરિણામો મળ્યા છે.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના પ્રોફેસર સંજય ચૌહાણ જણાવ્યુ હતું કે, હેમપોઇન નામની દવા જે પાંડુરોગ માટે વપરાય છે એ દવા કોરોના મહામારીમાં કેટલી અસરકારક નિવડે છે. તે અંગે ગત્ત વર્ષે સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં ફાર્મસીની ભાષામાં કોમ્પિટિશનલ ડ્રગ ડિસ્કવરીના માધ્યમથી કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીન, ન્યુક્લિઓકેપ્સિટ પ્રોટીન અને પ્રોટીનએઝાઇન પર તેનું બાઇન્ડિંગ જોવા મળે છે. જેમાં 96 ટકા બાઇન્ડિંગ થાય છે તે જાણવા મળ્યું. જેના કારણે શક્યતાઓ વધી જાય છે કે, કોરોના વાયરસનું રેપ્લીકેશન અટકી શકે છે. પછી રિઝનલ ટેક્નોલોજી ઓફ બાયોટેક્નોલોજીમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે, 24 કલાકમાં જ 41.7 ટકા વાયરલ રેપ્લિકેશનને મેડીસીન અટકાવે છે. સંશોધનના આધારે તેને ડોક્ટર્સ અને મેડિકલ પ્રોફેશનાં પ્રમોટ કરવામાં આવ્યું અને 480 દર્દીઓમાં તેના ટ્રાયલ્સ મળ્યા. જેમાં કોરોનાને લીધે પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટવા, RBC ઘટવું, હિમોગ્લોબીન ઘટવા અને CRP અને LDH વધી જતા હોય છે. આની ટ્રીટમેન્ટમાં જાણવા મળ્યું કે, સ્પોર્ટીવ ટ્રીટમેન્ટમાં હિમોગ્લોબીન વધે છે.