Site icon Revoi.in

ગુજરાતઃ વિકાસ માટે વિવેકાધીન ગ્રાન્ટ માટે કુલ રૂ. 41333.50 લાખની ફાળવણી

Social Share

અમદાવાદઃ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ તાલુકા સેન્ટ્રિક એપ્રોચ અપનાવી વર્ષ 2022-23ના બજેટ હેઠળ તાલુકાઓને ગ્રાન્ટ ફાળવણી અંગે જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લાના સંતુલિત વિકાસ માટે વિકેન્દ્રિત આયોજન હેઠળ વર્ષ 2022-23માં વિવેકાધીન ગ્રાન્ટ માટે કુલ રૂ. 41333.50 લાખની ફાળવણી કરવામાં આવી છે. ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તાર માટે કુલ રૂ. 529 લાખની તથા પ્રોત્સાહક જોગવાઈ અંતર્ગત કુલ રૂ. 812.50 લાખની ફાળવણી માટે વિવિધ જિલ્લા-તાલુકાવાર જોગવાઈ કરવામાં આવી છે.

સ્થાનિક અગત્યતા ધરાવતા (સામૂહિક વિકાસના કામો ધારાસભ્ય ફંડ હેઠળ)  ધારાસભ્યઓ માટે મત વિસ્તાર દીઠ વાર્ષિક રૂ. 150 લાખ એટલે કે, કુલ 182 ધારાસભ્યઓ માટે રૂ. 27300 લાખની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે. વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત 50 વિકાસશીલ તાલુકાઓ માટે કુલ રૂ.10 હજાર લાખ તથા રાષ્ટ્રીય પર્વો જેવા કે ગુજરાત સ્થાપના દિન, સ્વાતંત્ર દિન, પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે કુલ રૂ. 6000 લાખની ફાળવણી માટે જોગવાઈ કરવામાં આવી છે.

(Photo-File)