Site icon Revoi.in

ગુજરાતઃ દિવાળી બાદ લાભપાંચમથી સરકાર ટેકાના ભાવે મગફળીની શરૂ કરશે ખરીદી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને પોતાના પાકને પુરતુ વળતર મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદી કરવામાં આવે છે. દરમિયાન આ વર્ષે દિવાલી બાદ લાભપાંચમથી સરકાર ટેકના ભાવે મગમળીની ખરીદી શરુ કરવામાં આવશે. સરકાર રૂ. 1110ના ટેકાના ભાવે મગફળીની કરીદી કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર 1 ઓક્ટોબરથી ખેડૂત આઈ પોર્ટલ પરથી નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં 2 લાખ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે. સરકારે ખાતરી આપી છે મગફળીની ખરીદી થયા બાદ નાણાં ખેડૂતોને ચુકવાશે. રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં દિવાળીના તહેવારોમાં જણસીની ધૂમ આવક થઇ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક નોંધાઇ છે. ગઈકાલ રાતથી માર્કેટિંગ યાર્ડની બહાર મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી છે. અંદાજે 5 થી 6 કિલોમીટર મગફળી ભરેલા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1અંદાજે 1 લાખ 20 હજાર ગુણીની આવક નોંધાઇ છે. આ વખતે હરાજીમાં મગફળી ભાવના 20 કિલોના 800 થી 1250 સુધીના ભાવ બોલાયા હતા. દિવાળી પર્વમાં 7 દિવસની જાહેર રજાને લઈને મગફળીની મબલખ આવક જોવા મળી હતી.