Site icon Revoi.in

ગુજરાતઃ બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓને ત્રણ વર્ષમાં રુ.68.96 કરોડની સહાય કરાઈ

Social Share

અમદાવાદઃ સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું છે કે રાજ્ય સરકાર બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓ માટે ખૂબ સહાનુભૂતિ ધરાવે છે અને ચિંતિંત છે.રાજ્ય સરકારે બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓને આર્થિક સહાય યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં 46,319 વ્યક્તિઓ ને રુ.68.96 કરોડની સહાય ચૂકવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓને આપવામા આવતી આર્થિક સહાય અંતર્ગત પ્રશ્નના ઉત્તર માં મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2023માં આર્થિક સહાય યોજના હેઠળ 487 અરજીઓ આવી હતી, જે તમામ અરજીઓ મંજૂર કરી 30.96 લાખ ની સહાય ચૂકવવામાં આવી છે. આર્થિક સહાય સંદર્ભે મંત્રીએ જણાવ્યું કે શરૂઆતમાં દિવ્યાંગતાનો માપદંડ જે 80 ટકા હતો તે માપદંડને 50 ટકા કરી સહાય ચુકવવામાં આવી રહી છે.