Site icon Revoi.in

ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરીક્ષા ફોર્મ 16મી ડિસેમ્બર સુધી સ્વીકારાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાનારી  ધો.-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન સ્વીકારની કામગીરી શરૂ કરવામાં આવી છે. 16 ડિસેમ્બર સુધી ઓનલાઇન આવેદનપત્રો શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર સ્વીકારવામાં આવશે. બોર્ડ દ્વારા શાળાઓને પણ જરૂરી સુચના આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાનાર ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના આવેદનપત્રો સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને શિક્ષણ બોર્ડ દ્વારા જરૂરી સુચના આપવામાં આવી છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના ઓનલાઇન આવેદનપત્રો સ્વીકારવાની કામગીરી  તા. 17મી નવેમ્બરને ગુરૂવાર બપોરે 2 કલાકથી શરૂ કરવામાં આવી છે. જે 16 ડિસેમ્બર સુધી ઓનલાઇન આવેદનપત્રો ઓનલાઈન સ્વીકારવામાં આવશે. જોકે શાળાના સંચાલકોએ ઓનલાઇન આવેદનપત્રો ભરતી વખતે કોઇપણ પ્રકારની ભૂલ થાય નહીં તે રીતે ભરીને મોકલવાના રહેશે. જો વિદ્યાર્થીના નામ સહિતની કોઇપણ ભૂલ હશે તો તેના માટે શાળા જ જવાબદાર રહેશે.

શિક્ષણ બોર્ડના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ-12 સામન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના નિયમિત, ખાનગી, રિપીટર તથા પૃથ્થક તમામ પ્રકારના વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે.  ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરીક્ષા ફોર્મ તા.16મી ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે. પરીક્ષા ફોર્મમાં વિદ્યાર્થીઓના નામ કે સરનેમ સહિત કોઈપણ  ભુલ ન રહે તે માટે ચોક્કસાઈ રાખવા શાળાઓને સુચના આપવામાં આવી છે.