Site icon Revoi.in

ગુજરાત બોર્ડની ધો.10 અને ધો. 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ,15 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Social Share

અમદાવાદ:આજથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની વાર્ષિક પરીક્ષા શરૂ થશે.રાજ્યમાં કુલ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

રાજ્યમાં ધોરણ 10માં 9 લાખ 64 હજાર 529  વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 95 હજાર 982 રેગ્યુલર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રીપીટર 11 હજાર 984 પરીક્ષાર્થીઓ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 25 હજાર 834 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

પરીક્ષાનું આયોજન CCTV કેમેરા સહિતની કડક વ્યવસ્થાઓ વચ્ચે કરવામાં આવ્યું છે.ધોરણ 10ની પરીક્ષા સવારનાં 10થી બપોરનાં 1:15 વાગ્યા દરમિયાન યોજાશે તો ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10:30 થી 1:45 વાગ્યા દરમિયાન યોજાશે. જયારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 6:30 વાગ્યા દરમિયાન યોજાશે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટવિટ કરીને કહ્યું કે,આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.આ પરીક્ષામાં ગુજરાતના અંદાજે ૧૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ બેસવા જઈ રહ્યા છે.આ તમામ વિદ્યાર્થીઓને સફળતાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું

Exit mobile version