Site icon Revoi.in

ગુજરાત બજેટઃ કાયદા વિભાગ માટે કુલ રૂપિયા 2014 કરોડની જોગવાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ પીડિતોને ઝડપી ન્યાય મળી રહે તે માટે કાયદા વિભાગ દ્નારા ફાસ્ટટ્રેક કોર્ટ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. રાજ્ય સરકારે વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતું. જેમાં કાયદા વિભાગ માટે કુલ રૂ. 2014 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

છેવાડાના માનવી સહિત સમાજના દરેક વર્ગની વ્યક્તિને સરળતાથી તથા પારદર્શી રીતે ન્યાય મળી શકે તે માટે આગામી વર્ષોમાં 75 ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટ તથા 25 સિનિયર સિવિલ જજની કોર્ટ સ્થાપવામાં આવશે. કાયદા વિભાગ માટે આ વર્ષે બજેટમાં કુલ 2014 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જુદા જુદા સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામો તેમજ જાળવણી માટે રૂપિયા 211 કરોડની ફાળવણી કરાઈ છે. ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંક મકાનો માટે રૂપિયા 179 કરોડની જોગવાઈ કરાઈ છે.

ઇ કોર્ટ મઇશન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત હાઇકોર્ટ તથા બીજી અદાલતોમાં કમ્પ્યૂટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન દ્વારા વ્યવસ્થાને સરલ બનાવવા અને પારદર્શિતા લાવવા તેમજ પક્ષકારોને ઓનલાઇન સગવડ આપવા માટે રૂપિયા 28 કરોડની જોગવાઈ કરી છે. વકીલોના કલ્યાણ માટેના વેલફેર ફંડ અંતર્ગત રૂપિયા 5 કરોડની જોગવાઈ કરાઈ છે આ ઉપરાંત આગામી વર્ષોમાં 75 ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટ તથા 25 સિનિયર સિવિલ જજની કોર્ટ સ્થાપવામાં આવશે.