Site icon Revoi.in

ગુજરાતઃ 15મી ઓગસ્ટની દેશભક્તિના માહોલમાં ઉજવણી

Social Share

અમદાવાદઃ 15મી ઓગસ્ટના પર્વને દિવસે ગુજરાત દેશભક્તિના માહોલમાં તરબોડ થયું હતું અને સમગ્ર ગુજરાત તિરંગાના ત્રણેય રંગમાં રંગાયું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠેર-ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયો હતો. વિવિધ સરકારી અને ખાનગી ઇમારતો ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. વલસાડમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતાપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ રાજ્યના વિવિધ મંત્રીઓ અને કલેકટરોએ જે તે જિલ્લાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ સહિતની તમામ કોર્ટ સંકુલમાં પણ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

રાજ્યની વિવિધ સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં સવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયો હતો. દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહીત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

77માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ધારાસભ્ય દર્શના વાઘેલા, પાયલ કુકરાણી, કંચન રાદડિયા સિહિત અને ધારાસભ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાયા બાદ પાટીલે રીક્ષા રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત શાહીબાગ સ્થિત પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.


બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાજપુર ખાતે આવેલી એક શૈક્ષણિક સંસ્થામાં ગુજરાતના જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરના અમૃતભાઈ આલ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વૃક્ષારોપાણ કરીને લોકોમાં પર્યાવરણને લઈને જાગૃતિ ફેલાવવામાં આવી હતી.