Site icon Revoi.in

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે સોમવારે દિલ્હીમાં વડાપ્રધાન મોદીની શુભેચ્છા મુલાકાતે જશે

Social Share

ગાંધીનગર :  ગુજરાતમાં ભાજપની સરકારમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રી મંડળના તમામ સભ્યોએ શપથ લઈને ચાર્જ સંભાળી લીધો છે. નવા મંત્રીઓએ  શપથવિધિ સમારોહ બાદ  રાજ્યના વિવિધ મંદિરોમાં માથુ ટેકવીને પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દાદા ભગવાનના મંદિર, લીંબડીના જગદીશ આશ્રમ અને સ્વામિનારાયણ મંદિરમાં જઈને આશીર્વાદ મેળવ્યા હતા. વડાપ્રધાને મળવાનો મસય આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ લેવા માટે  આવતીકાલે સોમવારે દિલ્હી જશે. ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી  સાથે શુભેચ્છા મુલાકાત કરશે. સાથે જ તેઓ આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  સાથે પણ મુલાકાત કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલની આનંદીબેન સાથેની આ પહેલી મુલાકાત હતી. મુખ્યમંત્રી બન્યા બાદ આનંદીબેન પટેલ સાથે પહેલી મુલાકાતમાં તેમણે આશીર્વાદ મેળવ્યા હતા. શનિવારે જ આનંદીબેન પટેલ અમદાવાદ આવ્યા હતા. સામાજિક કારણોસર ઉત્તરપ્રદેશના રાજ્યપાલ  બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. હવે ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સોમવારે  દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત જશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,આજે રવિવારે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના એનેક્ષી ખાતે સાબરમતી આશ્રમ રિ-ડેવલપમેન્ટ માટેની બેઠક યોજી હતી. આ મહત્વની બેઠકમાં કે. કૈલાસનાથન, સચિવ અવંતિકા સિંઘ અને અધિક મુખ્ય સચિવ પંકજ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમ રોડ રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટ સમીક્ષા અને આશ્રમવાસીઓ મુદ્દે બેઠકમાં ચર્ચા કરી હતી.