Site icon Revoi.in

ગુજરાત: સીએમ વિજય રૂપાણીને 85 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા, ગૌશાળાના નિર્માણ માટે અર્પણ

Social Share

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં 85 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા.ત્યારબાદ સીએમ રૂપાણીએ આ ચાંદીને ગૌશાળા માટે અર્પણ કરી દીધી હતી.

આ ‘રજત તુલા’ કાર્યક્રમનું આયોજન સમસ્ત મહાજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, અમારી સરકાર પશુધનના કલ્યાણ માટે કૃતસંકલ્પ છે. તેમણે કહ્યું કે, અમે ગૌહત્યા રોકવા માટે કડક કાયદો બનાવ્યો છે. જે અંતર્ગત 12 વર્ષ સુધીની જેલ થઇ શકે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પશુઓની સારવાર માટે 350 વૈટરિનરી વાનની સુવિધા શરૂ કરી છે. આ સાથે ગૌશાળાઓની સારવાર માટે આર્થિક મદદ પણ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય છે કે, ગાયોને સમયસર ઘાસચારો પહોંચી શકે. આ સાથે તેમણે કહ્યું કે, અમે પક્ષીઓની સારવાર માટે સારી વ્યવસ્થા કરી છે. પતંગ મહોત્સવ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે અમારી સરકારે કરુણા અભિયાનની શરૂઆત કરી છે.

-દેવાંશી