Site icon Revoi.in

ગુજરાત ચૂંટણી 2022 : કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, મતદારોને આપ્યાં અનેક વાયદા

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે કોગ્રેસ દ્વારા ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. ખેડૂના દેવાની માંફી, રૂ. 500માં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રી, જૂની પેન્શન યોજના, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ સહિતના વાયદાઓ મતદારોને આપવામાં આવ્યાં છે. ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે.

દરેક ગુજરાતીને રૂ. 10 લાખ સુધીની મફત સારવાર અને મફત દવાઓ, ખેડૂતોની 3 લાખ સુધીની લોન માફી, સામાન્ય વીજ ગ્રાહકોને 300 યુનિટ સુધી મફત વીજળી, 10 લાખ સરકારી નોકરીઓમાં ભરતી, મહિલાઓ માટે 50 ટકા નોકરીઓ અનામત, સૈન્ય એકેડમી ખોલાશે, સરકારી ભરતી કેલેન્ડર બહાર પડાશે, સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ-આઉટસોર્સિંગ સિસ્ટમ સમાપ્ત કરાશે, યુવાનોને  પ્રતિ માસ રૂ. 3000 બેરોજગારી ભથ્થું અપાશે, 3000 સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખુલશે, જેમાં KG થી PG સુધીની છોકરીઓને મફત શિક્ષણ આપવામાં આવશે. તેમજ મોટેરા સ્ટેડિયમનું નામ બદલી સરદાર પટેલ કરાશે

ગુજરાત ચૂંટણીને લઈને કોંગ્રેસે તેમની ત્રીજી યાદી પણ જાહેર કરી હતી. આ સાથે કોંગ્રેસ અત્યાર સુધીમાં 95 ઉમેદવારોના નામ જાહેર કરી ચુકી છે. ત્રીજી યાદીમાં સાત ઉમેદવારો જાહેર કર્યા છે, તેમાં ઈન્દ્રનિલ રાજ્યગુરુને રાજકોટ પૂર્વથી ટિકિટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ આમ આદમી પાર્ટી છોડી ફરી કોંગ્રેસમાં આવનાર ઈન્દ્રનિલ રાજ્યગુરુ પહેલા કોંગ્રેસમાં હતા અને ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી જ લડ્યા હતા. આમ આદમી પાર્ટીમાંથી તેમને સીએમને ચહેરો જાહેર ન કરાતા તેમની નારાજગી સામે આવી હતી અને તેઓ આપ છોડી ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી. કોંગ્રેસ દ્વારા ચૂંટણીનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.