Site icon Revoi.in

ગુજરાત ચૂંટણી 2022: પોસ્ટલ બેલેટ અને EVM ઉપર મતની ગણકરી એકસાથે થશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો ઉપર બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે બંને તબક્કામાં એકંદરે સરેરાશ 63 ટકા જેટલુ મતદાન થયાનો અંદાજ છે, ગઈકાલે વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનુ મતદાન પૂર્ણ થતા 182 બેઠકો ઉપર લગભગ 1500 જેટલા ઉમેદવારોના ભાવી સીલ થયાં છે. આગામી 8મી ડિસેમ્રના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેની તૈયારીઓને પણ આખરી ઓપ આવી દેવામાં આવ્યો છે. આ વખતે પોસ્ટલ બેલેટ અને EVM ઉપરના મતોની મતગણતરી એકસાથે શરુ થશે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજયમાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં 63.31 ટકા મતદાન જયારે બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો માટે થયેલી ચૂંટણીમાં 64.39 ટકા મતદાન નોંધાયું હતું. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટેની મતગણતરી જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર L.D એન્જિનયિરીંગ કોલેજ અને પોલિટેકનિક કોલેજમાં મતગણતરી યોજાશે.

મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોની મતગણતરી માટે કોલેજ ખાતે 7 અલગ અલગ વિભાગ બનાવવામાં આવ્યા છે, જયાં ચૂંટણી અધિકારીઓની હાજરીમાં મતગણતરી હાથ ધરાશે. હાલ તો મર્ચન્ટ કોલેજમાં EVM મશીન અલગ અલગ સ્ટ્રોંગરુમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લાની 3 વિધાનસભા બેઠક માટે મતગણતરી લુણાવાડા ખાતે આવેલ પી.એન.પંડયા આર્ટસ, કોમર્સ એન્ડ સાયંસ કોલેજ ખાતે યોજાશે. હાલ તો લુણાવાડા ખાતેની પી.એન.પંડયા કોલેજમાં સ્ટ્રોંગરુમ તૈયાર કરાયો છે જેમાં EVM રાખવામાં આવ્યો છે. રાજ્યના તમામ સ્ટ્રોંગરૂપ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસે જીતનો દાવો કર્યો છે.