Site icon Revoi.in

ગુજરાત ચૂંટણી 2022: ભાજપાની સ્ટાર પ્રચારકોની યાદીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલનો સમાવેશ

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે ભાજપાએ ચૂંટણી પ્રચારનો ધમધમાટ તેજ કર્યો છે. હાલ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને હવે ચૂંટણીપ્રચારને વધારે વેહવંતો બનાવવામાં આવશે. દરમિયાન ભાજપાએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ અને જેપી નડ્ડા સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે. આ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપામીને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી.

ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસ છોડી કેશરીઓ ખેંસ ધારણ કરનાર હાર્દિક પટેલની બાદબાકી કરવામાં આવી છે. જ્યારે કુંવરજીભાઈ બાવળીયાને સ્થાન અપાયું છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, પરસોત્તમભાઈ રૂપાલા, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતીબેન શિયાળ, પ્રદેશ મંત્રી અને મોરબી – કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પરસોત્તમભાઈ સોલંકી અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટને સ્ટાર પ્રચારકમાં ભાજપે સ્થાન આપ્યું છે.

ભાજપની સ્ટાર પ્રચારકોની યાદીમાં નીતિન ગડકરી, સી.આર.પાટીપલ, ભુપેન્દ્ર પટેલ, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયા, ભુપેન્દ્ર યાદવ, યોગી આદિત્યનાથ, શિવરાજસિંહ ચૌહાણ, હેમંત બિસ્વા શર્મા, દેવેન્દ્ર ફડણવીસ, નીતિન પટેલ, રવિ કિશન અને મનોજ તિવારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રચારકો આગામી દિવસોમાં ચૂંટણી રેલીઓ અને સભાઓ ગજવશે.