Site icon Revoi.in

ગુજરાત સરકારના મંત્રીઓને પણ ઈલેક્ટ્રીક વાહનો ફાળવવાનો નિર્ણય લેવાશેઃ પૂર્ણેશ મોદી

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. સાથે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે, ત્યારે ઇલેક્ટ્રિક વાહનો જ સસ્તો વિકલ્પ બન્યો છે. એવા સમયે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે આગામી દિવસોમાં અનેક આયોજન હજી પાઇપલાઇનમાં છે. જેમાં વિશેષ કરીને ઇલેક્ટ્રિક વાહનો અને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના મંત્રીઓને ઇલેક્ટ્રિક વાહનો આપવાનો પણ અમે નિર્ણય લઇ શકીએ છીએ. અમે આગામી દિવસોમાં વ્યવસ્થા કરવાનો વિચાર કરી રહ્યા છે કે મંત્રીઓને પણ ઇલેક્ટ્રિક વાહનો આપવામાં આવશે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લીધે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની કમર તૂટી ગઈ છે કેન્દ્ર સરકારની પેટ્રોલના ભાવને નિયંત્રણમાં લેવા માટેની કોઈ નકર નીતિ ન હોવાને કારણે આજે ગરીબ અને મધ્યમ વર્ગનો વાહનચાલક પીસાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં લોકો અન્ય વિકલ્પ તરફ વિચારવાનું શરુ કર્યું છે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનો નવો વિકલ્પ આવી રહ્યો છે. ઇલેક્ટ્રિક વાહનો અને વધુમાં વધુ લોકો ઉપયોગમાં લે તે પ્રકારની વ્યવસ્થા કરવાની જરૂર જણાઈ રહી છે. ત્યારે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. કે આજે નહીં તો કાલે ઇલેક્ટ્રિક વાહનો તરફ આપણે આગળ વધવું જ પડશે. અને એના માટે અનેક એવા આયોજનો હાલ પાઇપલાઇનમાં છે. જેના આગામી દિવસોમાં અમે અમલમાં પણ લાવી શકીશું. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના મંત્રીઓને પણ ઇલેક્ટ્રિક વાહનો આપવામાં આવે એ પ્રકારનો અમે વિચારી રહ્યા છે પરંતુ હજુ તે પાઇપલાઇનમાં છે આગામી દિવસોમાં આ દિશામાં કોઈ ચોક્કસ આયોજન કરાશે.