Site icon Revoi.in

ગુજરાત:બનાસકાંઠાના આ ગામમાં નથી પ્રગટાવવામાં આવતી હોળી,જાણો શું છે તે પાછળનું કારણ

Social Share

બનાસકાંઠા :હોળી એ ભારતમાં લગભગ દરેક રાજ્યમાં ઉજવવામાં આવતો તહેવાર છે, લોકમાં હોળી અને ધૂળેટીને લઈને દર વર્ષે અલગ જ ઉત્સાહ હોય છે પણ ગુજરાતનું એક ગામ એવું પણ છે કે જ્યાં હોળી કે ધૂળેટીનું આયોજન થતું નથી.

બનાસકાંઠાના ડીસા તાલુકાના રામસણ ગામમાં નથી ઉજવાતી હોળી રામસણ ગામમાં છેલ્લા 200 વર્ષથી વધુ સમયથી હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવતો નથી. વર્ષો પહેલા હોળી પ્રગટાવવાથી રામસણ ગામમાં બે વખત આગ લાગી હતી. જે બાદ ગામમાં ક્યારે પણ હોળી પ્રગટાવવામાં આવી નથી. પૂર્વજો દ્વારા ચાલી આવતી આ પરંપરાને આજે પણ 21મી સદીમાં પણ અકબંધ રાખવામાં આવી છે.

પૂર્વજો દ્વારા જ હોલિકા દહન ગામમાં થતું ન હોઈ ત્યારે આધુનિક સમયમાં પણ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી. વર્ષો જુની પોતાની પરંપરા રામસણ ગામમાં આજે પણ અકબંધ છે.

છેલ્લા કેટલાય વર્ષોથી હોળીની ઉજવણી હોલિકા દહનનો કાર્યક્રમ કરતા નથી. ગામમાં એક જગ્યા પર છાણાનો ધુવો કરી નવજાત શિશુઓને તેની ફરતે ફેરવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરાને અમે આજે તોડી નથી. આજે પણ ગામમાં હોલિકા દહનનો કાર્યક્રમ થતો નથી.