Site icon Revoi.in

ગુજરાતઃ મહેસુલ વિભાગમાં સાગમટે 134 જેટલા ડેપ્યુટી કલેક્ટરોની બદલી

Social Share

અમદાવાદઃ ગુજરાત સરકારના મહેસુલ વિભાગમાં ગેરરીતી મામલે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લાલઆંખ કરી છે. એટલું જ નહીં તેઓ અવાર-નવાર વિવિધ કલેક્ટર કચેરીઓની મુલાકાત કરીને કામગીરીનું નિરીક્ષણ કરે છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા મહેસુલ વિભાગના લગભગ 134 જેટલા ડેપ્યુટી કલેકટરોની સાગમટે બદલી કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં નવા મંત્રીમંડળની પસંદગી કરાયાં બાદ અધિકારીઓની બદલીઓનો દોર શરૂ થયો હતો. સીએમ ભુપેન્દ્ર પટેલે સરકારી સામગીરીમાં પારદર્શિકા લાવવાની દિશામાં કામગીરી કરી હતી. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસૂલ વિભાગના ચાલી રહેલી ગેરરીતિ અંગે લાલ આંખ કરી હતી. તેમજ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રજાકીય કામમાં ગેરરીતિ કરનારા લોકોએ તે છોડશે નહિ. તેમજ તેમણે પોતે જ અનેક વાર અલગ અલગ જિલ્લામાં થયેલી મહેસૂલી ગેરરીતિ અંગે તપાસ પણ કરી હતી. તેમજ સરકારને તેના લીધે થયેલા નુકશાનનું આકલન પણ કર્યું હતું. બીજી તરફ સરકાર દ્વારા ઉચ્છ અધિકારીઓની બદલીઓ શરૂ કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગ બાદ પોલીસ ખાતામાં માટા પાયે બદલીઓ કરવામાં આવતી હતી. તેમજ છેલ્લા કેટલાક સમયથી મહેસુલ વિભાગમાં બદલીઓની અટકળો ચાલતી હતી.

દરમિયાન મોટી રાતે રાજ્ય સરકારે 134 જેટલા ડેપ્યુટી કલેકટરોની બદલીના આદેશ કરવામાં આવ્યો છે. તેમજ GAS કેડરના 33 અધિકારીની બઢતી કરાઈ હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા આગામી દિવસોમાં અન્ય વિભાગો પણ મોટા પાયે બદલી કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.