Site icon Revoi.in

ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી – ઠંડીનું વધશે જોર

Social Share

 

અમદાવાદઃ- વિતેલા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે,વિતેલા દિવસની સવારે ગાઢ ઘુમમ્સ છવાયું હતું તો અમદાવાદ શહેરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, આમ રાજ્યમાં ચોમાસું અને શિયાળો બન્ને મોસમનો બમણો અનુભવ થઈ રહ્યો છે.

વિતેલા દિવસને ઠંડીએ તેનુ જોર પકડ્યુ હતુ, ત્યારે હવે ફરી હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી 2  દિવસોમાં કમોસમી વરસાદ પડી શકે છે.સાથે જ ઠંડીનો મચકારો જોવા મળઈ શકે છે.

શિયાળાની ઋતુમાં વાતારણ વાદળછાયું રહેતું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ સેવાઈ  છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આ આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ હવામાન વિભાગ દ્રારા ભારે પવનો ફૂંકાવવાની પણ આગાહી કરવામાં આવી છે.જેના  કારણે આગામી બે દિવસ દરિયો તોફાની બનશે. આ કારણોસર આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં ચમકારો થવાની આશા સેવાઈ રહી છે. જો કે આજે થોડી ઠંડીમાં રાહત મળી છે,ઉત્તર ભારતની વાત કરીએ તો ઠંડીએ અહી આંતક મચાવ્યો છે. દિલ્હી-એનસીઆરમાં સતત પારો ગગડી રહ્યો છે.આજે સવારે દિલ્હીમાં ઝરમર વરસાદ વરસ્યો હતો, વિતેલી રાતથી દિલ્હીમામં વરસાદ જામ્યો હતો.