Site icon Revoi.in

એફડીઆઈ મેળવવામાં ગુજરાત દેશમાં પ્રથમઃ એક વર્ષમાં 2.23 લાખ કરોડનું વિદેશી રોકાણ થયું

Social Share

ગાંધીનગરઃ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન ગણવામાં આવે છે. કોરોનાકાળમાં લોકડાઉન અને સંક્રમણ વચ્ચે દેશના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી ત્યારે આ સમયમાં વિદેશી રોકાણકારોને આકર્ષવામાં ગુજરાત સફળ રહ્યું છે. કોરોનાકાળમાં જ ગુજરાતમાં એક વર્ષમાં 2.23 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. દેશમાં આવેલા કુલ એફડીઆઇમાં 37 ટકા હિસ્સા સાથે ગુજરાત પ્રથમ નંબરે રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં વર્ષ 2020-21માં 6.20 લાખ કરોડનું વિદેશી મૂડીરોકાણ આવ્યું હતું. જેમાં ગુજરાત બાદ બીજા ક્રમે 27 ટકા સાથે મહારાષ્ટ્ર અને 13 ટકા સાથે કર્ણાટક ત્રીજા ક્રમે રહ્યું હતું.. મૂડીરોકાણ કરનારા દેશોમાં સિંગાપોર 29 ટકા અને અમેરિકાથી 23 ટકાનું રોકાણ ભારતમાં આવ્યું  હતું. મોરેશિયસથી 9 ટકા રોકાણ થયું  હતું.

યુએસએના રોકાણમાં 227 ટકાનો અને યુકેના રોકાણમાં 44 ટકાનો વધારો થયો છે. ગત વર્ષની સરખઆમણીએ કોમ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર, રબર ગૂડ્સ, રીટેઇલ ટ્રેડીંગ, ફાર્મા, ઇલેક્ટ્રીકલ ઇક્વીપમેન્ટ ક્ષેત્રે મૂડીરોકાણમાં 100 ટકાનો વધારો જોવા મળ્યો છે. 44 ટકા સાથે સોફ્ટવેર, હાર્ડવેરનું ક્ષેત્ર રોકાણ માટે ટોપ પર છે. ગુજરાતમાં સૌથી વધુ 94 ટકા રોકાણ કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રમાં આવ્યું છે. આ ક્ષેત્રે દેશના કુલ મૂડીરોકાણમાં ગુજરાતનો હિસ્સો 78 ટકા છે. બીજા ક્રમે કન્સ્ટ્રક્શન – ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટીવિટીઝ ક્ષેત્રે 2 ટકા વિદેશી રોકાણ થયું હતું.

Exit mobile version