Site icon Revoi.in

ગુજરાતઃ 3 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં ડબલ થઈ, 2022માં 12 કરોડ ટુરીસ્ટોએ લીધી મુલાકાત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ધાર્મિક સ્થળોની સાથે જ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, કચ્છનું સફેદ રણ, અંબાજી, ગીર અભ્યારણ, બનાસકાંઠાના રીંછ અભ્યારણ તથા મોઢેરા સૂર્યમંદિર સહિતના સ્થળો ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે. પ્રવાસન સ્થળોના વિકાસને પગલે પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2019માં છ કરોડ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. જેની સરખામણીએ વર્ષ 2022માં પ્રવાસીઓની સંખ્યા વધીને 12 કરોડ ઉપર પહોંચી હતી.

રાજ્ય પ્રવાસન વિભાગના સેક્રેટરી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે,  કોરોના પહેલા વર્ષ 2019માં આવેલા પ્રવાસીઓની સંખ્યા 6 કરોડ જેટલી હતી, જે કોરોના સંક્રમણના બે વર્ષમાં ઘટીને વર્ષ 2020માં 1.94 કરોડ અને વર્ષ 2021માં 2.45 કરોડ જેટલી થઈ ગઈ હતી. જે બાદ હવે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. રાજ્યમાં વર્ષ 2022માં અંદાજે 12 કરોડ જેટલા પ્રવાસીઓ આવ્યા છે. હારિત શુક્લાએ જણાવ્યું કે, ગુજરાતમાં પ્રવાસન સ્થળો વધતા ટુરીસ્ટોની સંખ્યા બમણી થઇ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ, મુખ્ય યાત્રાધામો, સાસણ ગીર, વિવિધ અભ્યારણ્યો અને જંગલ સફારી જેનવા નવા ડેસ્ટીનેશનમાં મુલાકાતીઓની સંખ્યા વધતી જાય છે.

દેશની પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં પણ કાંકરિયા સહિતના સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે. જેની દરરોજ હજારીની સંખ્યામાં મુલાકાત લે છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં હેરિટેજ સ્થળોની મુલાકાતે મોટી સંખ્યામાં દેશ-વિદેશના લોકો આવે છે.