Site icon Revoi.in

ફાઈનાન્સિયલ ફ્રોડમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર બાદ ત્રીજા ક્રમે ગુજરાત

Social Share

દેશમાં ઈન્ટરનેટનો વપરાશ વધવાની સાથે સાઈબર ફ્રોડના કેસમાં વધારો થયો છે. ભારતમાં સાયબર ફ્રોડના સૌથી વધારે કેસ ઉત્તરપ્રદેશમાં નોંધાય છે. જે બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સામે આવ્યાં છે. ટ્રાફિકમાં ડ્રાઈવિંગ કરતી વખતે કે ઑફિસ અવર્સમાં કે પ્રસંગમાં વ્યસ્તતા વચ્ચે રોજની બે પાંચ મિનિટો ખાઈ જતાં નકામા કે ફ્રોડના કૉલ્સ જીવનનો એક ભાગ બની ગયા છે. 2024-25ના ડેટા પ્રમાણે ભારતના આર્થિક સદ્ધર રાજ્ય તરીકે લેખાતા ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ સ્પામ અને ફ્રોડ કૉલ્સ દ્વારા એટેક્સ થાય છે. જેમાં રોજ એક ગુજરાતીના ફોનમાં 0.6 થી એક કૉલ્સ ફ્રોડસ્ટર દ્વારા થાય છે અને પ્રતિ ગુજરાતી સરેરાશ રોજના ત્રણ કૉલ્સ સ્પામ કૉલ્સ રિસિવ કરે છે જે તેના કોઈ કામના નથી હોતા. સ્પામ કૉલ્સમાં તે છેતરાતો નથી પરંતુ તેનો અગત્યનો સમય કે તેની અગત્યની પ્રવૃત્તિમાં તેને ખલેલ જરુર પહોંચે છે. 2016માં ગુજરાતીઓના મોબાઈલમાં આવતા કૉલ્સની સંખ્યા માસિક 40 મિલિયન કૉલ્સની હતી.

એટલે કે અઠવાડિયામાં 1.1 મિલયન કૉલ્સ એટલે કે એક કરોડને દસ લાખ કૉલ્સ અઠવાડિયામાં સ્પામ કે નકામા આવતા. જેમાંથી કેટલાંકમાં લોકો સાઈબર ક્રાઈમનો ભોગ બનતા. બેન્કિંગ ફ્રોડમાં પણ ગુજરાતમાં 2023-24માં 1349 કેસ નોંધાયેલા છે જે અગાઉના વર્ષ કરતાં 247 કેસ વધારે છે. સાઈબર ફ્રોડ દ્વારા રિકવરી અને ફ્રોઝન એમાઉન્ટ થયું હોય તેવા કેસમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. જેમાં 2023માં ગુજરાતના લોકોએ રૂ. 156 કરોડ ગુમાવ્યા છે.

ફાઈનાન્સિયલ ફ્રોડમાં ગુજરાતનો નંબર ત્રીજો છે. 2024ના ડેટા પ્રમાણે 1.2 લાખ ફાઈનાન્સિયલ ફ્રોડના કેસ નોંધાયા છે. જે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ત્રીજા ક્રમે છે. સૌથી વધુ સાઈબર ફ્રોડ ઉત્તર પ્રદેશમાં છે જેની સંખ્યા 200,000 થાય છે. મહારાષ્ટ્રમાં સાઈબર ફ્રોડની સંખ્યા 1,30,000 લાખની છે. ત્યાર પછી ગુજરાતના કુલ 1,20,000 સાઈબર ફ્રોડ આવે છે. એ પછી ગુજરાત કરતાં 42000 કૉલ્સ ઓછા રાજસ્થાનના છે અને તે ત્રીજા ક્રમે છે. રાજસ્થાન પછી સાઈબર ફ્રોડમાં હરિયાણાનો નંબર આવે છે જ્યાં વર્ષના 76,00 કેસીસ નોંધાય છે.
સમગ્ર દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સતત રણકતા સ્કેમવાળા કૉલ્સમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. જાણકારોના મતે ગુજરાત દેશનું સદ્ધર રાજ્ય હોવાથી એકલા ગુજરાતમાં સાઈબર ફ્રોડના કેસ પણ ત્રીજા ક્રમના છે. જેના કારણે ગુજરાતમાં સમગ્ર દેશની તુલનામાં વધુ ફ્રોડ કૉલ્સ આવે છે જે રાષ્ટ્રીય આંક કરતાં 15-20 ટકા વધુ છે.