Site icon Revoi.in

ગુજરાતની સ્કૂલોમાં ચાલુ વર્ષે ઉનાળુ વેકેશન લાંબુ નહીં રખાય ?

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટતા ધો-10 અને ધો-12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ આગામી દિવસોમાં ધો-9 અને ધો-11ના વર્ગો શરૂ કરવાનું સરકાર વિચારી રહી છે. આ ઉપરાંત માર્ચમાં ધો.6 થી 8 અને એપ્રિલ માસમાં ધો.1 થી 5ની શાળાઓ શરૂ કરવા માટે એકેડેમીક કેલેન્ડર તૈયાર કરવા તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે. તેમજ જૂનમાં પરીક્ષા લેવાની વિચારણા શરૂ ચાલી રહી છે. બીજી તરફ આ વર્ષે સ્કૂલોમાં ઉનાળુ વેકેશન ઘટાડવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ સક્રિય બન્યું છે, ધોરણ 10 અને 12ની શરૂ કર્યા બાદ ફેબ્રુઆરીમાં ધોરણ 9 અને 11, એ પછી માર્ચ મહિનામાં ધોરણ 6થી 8ની સ્કૂલો અને અંતમાં એપ્રિલથી ધોરણ 1થી 5ની પ્રાથમિક શિક્ષણ માટેની સ્કૂલો શરૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં વર્ષે ઉનાળુ વેકેશન એક કે બે અઠવાડિયાં રાખવાની વિચારણા ચાલી રહી છે. બીજી તરફ મે મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા લીધા બાદ ધોરણ 1થી 8 અને 9 તથા 11ની જૂન મહિનામાં પરીક્ષાઓ યોજવાનું શિક્ષણ વિભાગનું આયોજન છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ અંગે સ્કૂલ સંચાલકો સાથે પણ આગામી દિવસોમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ કોરોનાની ગાઈડલાઈન અનુસાર સ્કૂલ ખોલવા માટે વિચારણા ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ વાર્ષિક પરીક્ષામાં જેટલો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો એટલું જ પરીક્ષામાં પૂછવામાં આવશે.