Site icon Revoi.in

ગુજરાતઃ પ્રાથમિક શાળાઓને સ્વચ્છ બનાવવા સરકાર દ્વારા રૂ. 57.07 કરોડની ફાળવણી

Social Share

અમદાવાદઃ મહાત્મા ગાંધીના મંત્ર ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ને સાકાર કરવા રાજ્યની પ્રાથમિક શાળાઓને વધુને વધુ સ્વચ્છ- સુખડ બનાવવાના ઉમદા હેતુથી માસિક ધોરણે સ્વચ્છતા ગ્રાન્ટ આપવામાં આવે છે. આ અંતર્ગત તા. 31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ યોજના હેઠળ રાજ્યની પ્રાથમિક શાળાઓને વર્ષ 2023-24માં રૂ. 57.07કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું. 

મંત્રી ડિંડોરે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સ્વચ્છતાના આગ્રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ અનેકવિધ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યા છે જેમાં નાગરિકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળાદિઠ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ પ્રતિમાસ રકમ ચૂકવવામાં આવ્યો છે. જેમાં 0 થી 100 સુધીની સંખ્યા હોય તો શાળાને પ્રતિ માસ રૂ. 1000, 101 થી 300 સુધી પ્રતિમાસ રૂ. 1800, 301 થી 500 સુધી પ્રતિમાસ 4000 જ્યારે 500 કે થી વધુ સંખ્યા હોય તેવી શાળાને પ્રતિ માસ રૂ. 5000ની રકમ સ્વચ્છતા માટે ફાળવવામાં આવે છે તેમ,મંત્રીએ ઉમેર્યું હતું.

ગુજરાતમાં સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને વિવિધ શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં મોટા પાયે સ્વચ્છા ઉપર ધ્યાન કેન્દ્રીય કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે દિશામાં સરકાર દ્વારા કામગીરી શરુ કરાઈ છે. જે અંતર્ગત સ્વચ્છ શાળા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બાળકોને શિક્ષણ મળી રહે તે માટે સ્કૂલોમાં મોયા પાયે સુધારા કરવામાં આવ્યાં છે.