Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને દરિયાઈ ખેતીના પાઠ ભણાવશે

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં દરિયાઈ ખેતીના પાઠ ભણાવાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને  કોમ્યુનિટી મેનેજમેન્ટ, કો. ઓપરેટિવ મેનેજમેન્ટ અને નેચરલ ફાર્મિંગ સહિત કુલ આઠ અભ્યાસક્રમ ભણાવામાં આવશે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત યુનિવર્સિટીનાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબિલિટી દ્વારા 8 નવા કોર્સ શરૂ કરાશે. આ 8 નવા કોર્ષમાં સિવિડ ફાર્મિંગનાં કોર્સનો પણ સમાવેશ કરાયો છે.

આ કોર્સમાં જમીન સિવાય દરિયામાં કેવી રીતે ખેતી થઈ શકે તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાવાશે. પ્રેક્ટિકલ અને થિયરી બંનેના માધ્યમથી વિદ્યાર્થીઓને સીવીડ ફાર્મિંગ અંગે સમજ આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને નવા 8 કોર્ષ માટે બે ઓપ્શન આપશે. જેમાં ઇન્ટિગ્રેટેડ માસ્ટર ઓફ રૂરલ મેનેજમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી (IMRS) છે, જે 10 સેમેસ્ટર સાથે 5 વર્ષનો કોર્સ રહેશે. જ્યારે માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ (MRS) નાં માધ્યમથી પણ કોર્સ કરી શકાશે. જેમાં 4 સેમેસ્ટર સાથે આ કોર્સ 2 વર્ષનો રહેશે.

આ ઉપરાંત એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ, ક્લાયમેટ ચેન્જ અને રીંયુએબલ એનર્જી, એન્ટ્રોરેન્યોરશિપ, ડેરી મેનેજમેન્ટ, કોમ્યુનિટી મેનેજમેન્ટ, કો. ઓપરેટિવ મેનેજમેન્ટ અને નેચરલ ફાર્મિંગનો અભ્યાસક્રમ ભણાવામાં આવશે.

 

 

Exit mobile version