Site icon Revoi.in

ગુજરાત દેશમાં અવ્‍વલ રહેવાની પ્રથા જાળવી રાખશેઃ કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંઘ

Social Share

અમદાવાદઃ રાજ્યના આવાસો ત્‍વરાથી પૂર્ણ થાય તે દિશામાં પ્રગતિ ચાલુ રહેશે અને ગુજરાત રાજ્ય દેશમાં અવ્‍વલ રહેવાની પ્રથા જાળવી રાખશે તેમ કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંઘએ જણાવ્યું હતું.

કેન્‍દ્રીય મંત્રી, ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગીરીરાજ સિંઘની ઉપસ્‍થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના બાબતે પ્રગતિ અને સૂચનો માટે વિડિયો કોન્‍ફરન્‍સ દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટીંગમાં ગુજરાત રાજ્યના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ખાત્રજ, મહેમદાવાદ ખાતેના આરામગૃહથી આ મીટીંગમાં જોડાયા હતા.

મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્‍યું હતું કે ગુજરાત રાજ્યના આવાસો ત્‍વરાથી પૂર્ણ થાય તે દિશામાં પ્રગતિ ચાલુ રહેશે અને ગુજરાત રાજ્ય દેશમાં અવ્‍વલ રહેવાની પ્રથા જાળવી રાખશે. આ કાર્ય માટે ગુજરાત રાજ્યની સમગ્ર ટીમ કાર્યરત છે.  ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના સમન્‍વયથી લક્ષ્યાંક ઝડપથી પૂર્ણ  થાય એ દિશામાં કામગીરી સુનિશ્ચિત કરવામાં આવેલ છે.

Exit mobile version