Site icon Revoi.in

ગુજરાતની શાંત, સલામત, સુરક્ષિત અને વિકસીત રાજ્યની ઓળખ પોલીસે અપાવીઃ અમિત શાહ

Social Share

અમદાવાદ ભુતકાળમાં ગુજરાતની છબિ કરફયુ કેપિટલ અને છાશવારે રમખાણો થતા રાજ્યની હતી. હવે, રાજ્ય પોલીસે અદ્યતન ટેકનોલોજી, કૌશલ્યવર્ધન યુકત કર્મીઓની સમયબદ્ધ ભરતી, ગુજસિટોક જેવા કાનૂની ઢાંચાને નક્કર સમર્થનથી ગુજરાતને શાંત, સલામત, સુરક્ષિત અને વિકસીત રાજ્યની ઓળખ અપાવી છે, તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. આ પ્રસંગ્રે રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થિત રહ્યાં હતા.

 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં રૂ. 5.50 કરોડના ખર્ચે નવનિર્મિત છ પોલીસ સ્ટેશન અને નાયબ પોલીસ અધિક્ષક કચેરીના વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમાં સંપન્ન કર્યું હતું. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતી અને લોકોની સુરક્ષાને પાયા રૂપ ગણાવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના દિશાદર્શનમાં ગુજરાત પોલીસ બિટ પોલીસીંગથી સ્માર્ટ પોલિસીંગ તરફ સફળતાપૂર્વક આગળ વધી છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. પોલીસ દળના સાયબર આશ્વસ્ત, વિશ્વાસ પ્રોજેકટ, ૧૦ હજાર જવાનોને ૭૧ કરોડના ખર્ચે અપાનારા બોડીર્વોન કેમેરા જેવી સુવિધાઓથી રાજ્યના નાગરિકોની જાન-માલ સુરક્ષા, કાયદો વ્યવસ્થા જાળવણીમાં નવું બળ મળ્યું છે.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી,  સચિવ અવંતિકા સિંઘ ગાંધીનગરથી સહભાગી થયા હતા. સાણંદ ધારાસભ્ય કનુભાઇ, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અગ્રણી પ્રદિપસિંહ વાઘેલા તેમજ અમદાવાદ રેન્જ આઇ.જી. કલેકટર અને પોલીસ અધિક્ષક વગેરે કાર્યક્રમ સ્થળેથી આ વર્ચ્યુઅલ લોકાર્પણમાં જોડાયા હતા.

Exit mobile version