Site icon Revoi.in

સાબરકાંઠાના ઈડરમાં ચંદન ચોરોનો ત્રાસ વધ્યોઃ ચંદનના 24થી વધારે વૃક્ષની ચોરી

Social Share

અમદાવાદઃ ઉત્તરગુજરાતના સાબરકાંઠાના ચંદનના વૃક્ષોની ચોરીની ઘટના સામે આવી છે. ઈડરમાં ચારેક દિવસના સમયગાળામાં 24થી વધારે ચંદનના વૃક્ષ કાપીને અજાણ્યા શખ્સોએ ચંદનની ચોરી કરી હતી. આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. ઈડરમાં ચંદન ચોરોનો ઉપદ્રવ વધતા લોકોમાં રોષ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સારબકાંઠાના ઈડરમાં વર્ષોથી મોટા પ્રમાણમાં ચંદનની ખેતી કરે છે. તેમજ મોટી સંખ્યામાં કુદરતી રીતે ચંદનના વૃક્ષ ઉગે છે. ખેડૂતો અને સ્થાનિકો દ્વારા જીવનની જેમ ચંદનના વૃક્ષનું જતન કરે છે. બીજી તરફ ચંદનની ચોરીના બનાવોમાં વધારો થતા સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ છે. તેમજ ચંદન ચોરોને ઝડપી લેવા માંગણી કરી છે. ચંદન ચોરો રાત્રિના સમયે ચંદનના વૃક્ષની ચોરી કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

દરમિયાન ઈડરમાં ચારેક દિવસમાં બે ડઝનથી વધારે વૃક્ષને અજાણ્યા શખ્સોએ કાપીને ચોરી કરી હતી. આ ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે તેમજ ચંદન ચોરોને ઝડપી લેવા માટે સઘન વાહન ચેકીંગની સાથે પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે.