Site icon Revoi.in

હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયામાં મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં ફોટો પોસ્ટ કર્યો

Social Share

મુંબઈઃ ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સનો સભ્ય બની રહ્યો છે.  મુંબઈએ પંડ્યાને આઈપીએલ 2024 માટે ટીમમાં સામેલ કર્યો છે. હાર્દિક અગાઉ ગુજરાત ટાઇટન્સ સાથે હતો. દરમિયાન ગુજરાત ટાઈટન્સની ટીમે કેપ્ટન તરીકેની જવાબદારી શુભમન ગીલને સોંપી છે. દરમિયાન હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયામાં મુંબઈ ઈન્ડિયન્સની જર્સી સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં પ્રશંસકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યાં છે. આ ઉપરાંત આઈપીએલમાં પોતાના કેરિયરને લઈને એક વીડિયો પણ શેર કર્યો છે.

હાર્દિકે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેની કારકિર્દી બતાવવામાં આવી છે. વીડિયોમાં હાર્દિકની ઘણી તસવીરો જોવા મળી હતી. પંડ્યાની પોસ્ટ પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. મુંબઈના ચાહકોએ પંડ્યાનું સ્વાગત કર્યું છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યા બાદ હાર્દિક પંડ્યાએ ખુશી વ્યક્ત કરી હતી. હાર્દિક પંડ્યાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની સફર બતાવવામાં આવી છે. હાર્દિક પંડ્યાએ વીડિયો કેપ્શનમાં લખ્યું છે કે તેની સાથે ઘણી યાદો જોડાયેલી છે. મુંબઈ. વાનખેડે, પલટન. તેણે આગળ લખ્યું કે પાછા આવીને સારું લાગે છે.

ભારતીય ક્રિકેટ ટીમનો વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા વર્લ્ડકપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જેથી વર્લ્ડકપની મોટાભાગની મેચો તેને ગુમાવી હતી. વર્લ્ડકપ દરમિયાન ટીમ ઈન્ડિયામાં તેની હાજરી ક્રિકેટપ્રેમીઓને વર્તાઈ હતી.

Exit mobile version