Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં H3N2 વાયરસના વધતા કેસોને લઈને આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જાહેર કરી

Social Share

લખનૌઃ- દેશભરમાં હજી કોરોનાનું સંક્રમણ પુરીરીતે ખતમ થયું નથી ત્યા તો દેશમાં H3N2 નામના વાયરસનો કહેર ફેલાયો છે,હાલ તો આ વાયરસના કેસ કેટલાક રાજ્યોમાં જ જોવા મળી રહ્યો પરંતુ દેશભરમાં આ વાયરસથી અત્યાસ સુધી 3 મોતની પૃષ્ટિ કરવામાં આવી છે જેને લઈને ચિંતાનો વિષય બન્યો છે.ત્યારે ઉત્તરપ્રદેશમાં પણ આ વાયરસના કેસો વધતા જઈ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગે ગાઈડલાઈન રજૂ કરી છે.

 યુપીના બારાબંકી જીલ્માંલા પણ ઈન્ફલ્યુએન્ઝા H-3N-2 ના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઈન્ફલ્યુએન્ઝા પીડિતો માટે, દર્દીઓને જિલ્લા હોસ્પિટલથી સીએચસીમાં સ્થાપિત કોવિડ વોર્ડમાં 230 પથારી પર દાખલ કરવામાં આવ્યા છે. H-3N-2ના વધતા જતા કેસોને કારણે રાજ્યમાં આરોગ્ય વિભાગ એલર્ટ પર છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વધતા કેસો વચ્ચે યોગી આદિત્યનાથ સરકાર એલર્ટ થઈ ગઈ છે. રાજ્ય સરકારે જિલ્લા અધિકારીઓને ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી અંગે સતર્ક રહેવા સૂચના આપી છે. રાજ્યમાં વધી રહેલા કેસોને જોતા સરકાર દ્વારા માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે.H3N2 ઈન્ફલ્યુએન્ઝાના વધતા જતા કેસોને જોતા આરોગ્ય વિભાગે રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે.

ઉત્તરપ્રદેશની સરકારે  દરેક જિલ્લામાં એક અલગ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવવાની જાહેરાત પણ કરી છે,આ સહીત વ્યસ્થાના ભાગરુપે દરેક જિલ્લા હોસ્પિટલમાં 10 બેડનો આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવશે.
આ સહીત ઈન્ફલ્યુએન્ઝાના શંકાસ્પદ દર્દીઓ માટે OPDમાં એક અલગ રૂમ પણ રખાશે, જેથી તેઓને અન્ય દર્દીઓના સંપર્કમાં આવતા અટકાવી શકાય. બાળકો, વૃદ્ધો અને ગંભીર બિમારીવાળા લોકો માટે ખાસ તકેદારી રાખવા જણાવાયું છે.