- યુપી H3N2 વાયરસના વધતા કેસો
- આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જાહેર કરી
લખનૌઃ- દેશભરમાં હજી કોરોનાનું સંક્રમણ પુરીરીતે ખતમ થયું નથી ત્યા તો દેશમાં H3N2 નામના વાયરસનો કહેર ફેલાયો છે,હાલ તો આ વાયરસના કેસ કેટલાક રાજ્યોમાં જ જોવા મળી રહ્યો પરંતુ દેશભરમાં આ વાયરસથી અત્યાસ સુધી 3 મોતની પૃષ્ટિ કરવામાં આવી છે જેને લઈને ચિંતાનો વિષય બન્યો છે.ત્યારે ઉત્તરપ્રદેશમાં પણ આ વાયરસના કેસો વધતા જઈ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગે ગાઈડલાઈન રજૂ કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વધતા કેસો વચ્ચે યોગી આદિત્યનાથ સરકાર એલર્ટ થઈ ગઈ છે. રાજ્ય સરકારે જિલ્લા અધિકારીઓને ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી અંગે સતર્ક રહેવા સૂચના આપી છે. રાજ્યમાં વધી રહેલા કેસોને જોતા સરકાર દ્વારા માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે.H3N2 ઈન્ફલ્યુએન્ઝાના વધતા જતા કેસોને જોતા આરોગ્ય વિભાગે રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે.


