Site icon Revoi.in

કોરોના સામેની લડત માટે ટૂંક સમયમાં જ આવશે નવી વેક્સિન- ડો, હર્ષવર્ધન

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં હાલ કોરોનાને લઈને વેક્સિનેશન ચાલી રહ્યું છે, 16 જાન્યુઆરીથી આરંભ કરવામાં આવેલા રસીકરણના આ ભવ્ય અભિયાનમાં અત્યાર સુધી લાખો લોકોએ વેક્સિનનો ડોઝ લીધો છે, આ સમગ્ર બાબતને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, દેશમાં કોરોના સામે 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવેલું વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થયા પછી બીજી કેટલીક કોરોનાની વેક્સિન શરુ કરવામાં આવશે.

ઓનલાઇન ભવિષ્ય રોકાણ પહેલની ચોથી આવૃત્તિને સંબોધિત કરતા વખતે મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, તે વાત સાફ છે કે, હાલની જે કટોકટી છે તે સમગ્ર વિશ્વને ફરીથી ડિઝાઇન કરશે.તેમણે ખાતરી આપતા કહ્યું કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ટૂંક સમયમાં સાઉદી અરેબિયાને પણ કોરોનાની વેક્સિન પુરી પાડશે

આ સાથે જ તેમણે વધુમાં ઉમેર્યું કે ” વિતેલા વર્ષમાં દરેક લોકોને આ વાત ખાસ યાદ રહેશે કે કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો, જો કે આ સાથે જ દરેક લોકો એ પણ યાદ રાખશે કે, દેશ વિજ્ઞાન અને આરોગ્ય ક્ષેત્ર રેકોર્ડ સમયમાં કોરોનાને લડત આપવા માટે  કેવી રીતે સામે આવ્યું.

તેમણે કહ્યું કે આ મહામારીને લીધે રાષ્ટ્રવાદમાં પણ વધારો થયો છે, પરંતુ વૈશ્વિક સ્તરે એકબીજાને ખૂબજ સહકાર પણ પ્રાપ્ત થયો છે,માનવતાને ખાસ સંદેશ મળ્યો છે કે આરોગ્ય કોઈ પણ વસ્તુ કરતાં સૌથી મહત્વપૂર્ણ મનાઈ છે, “તેમણે કહ્યું હતું કે, રોગચાળા દરમિયાન ટેલિમેડિસિન સેવાપણ ઝડપથી પુરી પડી હતી અને આરોગ્ય ક્ષેત્રમાં ઘણા સ્ટાર્ટઅપ્સ પણ શરૂ કરવામાં આવ્યા હતા.આ રીતે તેમણ ેઅનેક સકારાત્મક કોરોનાને લઈને વાચતો રજુ કરી હતી.

સાહિન-