Site icon Revoi.in

કોરોના વેક્સીન માટે સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન કામદારોને નહીં કરાવવું પડે રજીસ્ટ્રેશન: સ્વાસ્થ્ય મંત્રાલય

Social Share

દિલ્હીઃ કોરોના વેક્સીનને લઈને ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણએ જણાવ્યું હતું કે, દેશમાં એક્ટિવ કેસોમાં 2.5 લાખનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, પોઝિટીવિટી રેટ ઘટી રહ્યો છે. અને તે ઘટીને ત્રણ ટકાથી નીચે આવી ગયો છે. તો, રીકવરીના કેસોમાં પણ તેજી જોવા મળી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વેક્સીનનું ઉત્પાદન તેજીથી થઇ રહ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વેક્સીન રજીસ્ટ્રેશનને લઈને કહ્યું છે કે, હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરોએ સેલ્ફ રજીસ્ટર કોવિન પ્લેટફોર્મ પર કરાવું પડશે નહીં. સેના પોલીસ અને સફાઈ કામદારોને પણ રજીસ્ટ્રેશનની જરૂર રહેશે નહીં. ફક્ત સામાન્ય લોકોએ જ કોરોના વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

વેક્સીન સ્ટોરેજ અને વિતરણ વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે, આ વેક્સીન એર ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડાય છે. ત્યાંથી તે રેફ્રિજરેટરથી રાજ્યના વેક્સીન સ્ટોર પર લઈ જવામાં આવે છે. રાજ્ય સરકાર રાજ્યના વેક્સીન સ્ટોર દ્વારા જિલ્લાઓને પહોંચાડે છે. તે સંપૂર્ણ ડિજિટલી મોનિટર થયેલ છે. તે વાસ્તવિક સમય પર નજર રાખવામાં આવે છે. જો તાપમાનમાં ઘટાડો થયો છે અથવા તે વધુ છે, તો પ્રોગ્રામ મેનેજર તરત જ જાણ કરશે.