Site icon Revoi.in

ગાંધીનગરમાં આરોગ્ય કર્મારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે વિરોધ પ્રદર્શન કરતા અટકાયત

Social Share

ગાંધીનગરઃ રાજ્યના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ પડતર માગણીઓના મુદ્દે ઘણા સમયથી લડત કરી રહ્યા છે. છતા સરકાર દ્વારા પડતર પ્રશ્નો ઉકેલાતા નથી. દરમિયાન ગાંધીનગર નવા સચિવાલય ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  પ્રતિબંધિત વિસ્તારમાં આંદોલન કરી રહેલા તમામ આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્ય સરકારના સેવારત કર્મચારીઓ પોતાની માગણીઓને સંતોષવા માટે આ આક્મક બની રહ્યા છે તાજેતરમાં જ તલાટી કમ મંત્રીઓના પૈકીના પ્રશ્નનો ઉકેલ આવતા આંદોલન સમેટાઈ ગયું હતું તો બીજી તરફ આગામી 1લી સપ્ટેમ્બર થી રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓ વિવિધ માગણીઓના સમર્થનમાં સામૂહિક રજા તેમજ પેનડાઉન જેવા કાર્યક્રમો આપવાનું નક્કી કર્યું છે. ત્યારે  જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ-પે સહિતની માગણીઓના મુદ્દે સરકાર સામે મોરચો ખોલ્યો હતો.

આ તબક્કે કેટલા કર્મચારીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈ ગાંધીનગર ઉમટી પડ્યા હતા ત્યારે આ કર્મચારીઓની મુખ્ય માગણીઓ ગ્રેડ-પે ઉપરાંત ટેકનિકલ કેડર ગણવી, ફેરણી ભથું અને કોરોના સમયકાળ દરમિયાનનો રજા પગાર આપવા માટેની રાજ્ય સરકાર સમક્ષ ઉગ્ર માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ વિવિધ માગણીઓના મુદ્દે 8 ઓગસ્ટ થી હડતાળ પર ઉતર્યા છે, ત્યારે બુધવારે ફરીથી સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ સચિવાલય આવ્યા હતા જ્યાં આ તમામે મુખ્યમંત્રીને રજૂઆત કરવાની પ્રબળ માંગણી કરી હતી. પરંતુ પ્રતિબંધિત વિસ્તારમાં આંદોલન થઈ શકે નહીં તેવા નિયમના કારણે પોલીસે મોટાભાગના આંદોલન કારીની અટકાયત કરી હતી જો કે કેટલાક આરોગ્ય કર્મચારીઓ જુના સચિવાલય બ્લોક નંબર પાંચમાં આવેલા આરોગ્ય વિભાગની કચેરીમાં ઘૂસી જતા પોલીસે તેમની પણ અટકાયત કરી હતી. બીજી તરફ મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓને ગાંધીનગર પહોંચવા આગેવાનોએ અપીલ કરી હતી.