Site icon Revoi.in

ગુજરાત રાજ્યમાં 19 થી 21 જૂલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી

Social Share

રાજકોટ: સમગ્ર રાજ્યમાં આજે સવારથી વરસાદી વાતાવરણ છવાયું છે. ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં 19થી 21 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે તેમ છે.

બફારો વધતા શહેરીજનો ઉકળાટમાં અકળાયા છે. આગામી 19 થી 21 જુલાઈ વચ્ચે સમગ્ર સુરત જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર દિવસ દરમિયાન શહેરમાં વરસા પડવા છતા બફારાના કારણે લોકો અકળાયા હતા.

આગામી પાંચ દિવસ સુધી સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ આગામી 19થી 21 જુલાઈ વચ્ચે સમગ્ર સુરત જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

વરસાદની શરૂઆતની સાથે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખેડૂતોને વરસાદની સિઝન આવતા ફાયદો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.