Site icon Revoi.in

પાકિસ્તાનમાં ભારે વરસાદ, દિલીપકુમાર અને રાજકપૂરના પૈતૃક મકાનોને નુક્સાન

Social Share

અમૃતસર: પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોને અસર થઈ છે. છેલ્લા કેટલાક દિવસમાં થયેલા પાકિસ્તાનમાં વરસાદના કારણે ભારતના ફિલ્મ સ્ટાર રહી ચૂકેલા રાજકપૂર અને દિલીપકુમારના પૈતૃક ઘરને પણ નુક્સાન થયું છે. પહેલેથી જ જર્જરિત હાલતમાં આવેલા આ મકાનોને તાજેતરમાં પાકિસ્તાન સરકાર દ્વારા તેના રક્ષણ હેઠળ લેવામાં આવ્યા હતા.

પાકિસ્તાનની સરકાર દ્વારા બન્ને દિગજ્જ કલાકારોના ઘરોને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવા તેમજ તેમને તેમના સન્માનમાં સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવા માટેની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસા, ભારે વરસાદને કારણે બંને મકાનો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે તેમના કેટલાક ભાગોને નુકસાન થયું છે.

પુરાતત્વીય વિભાગે કિસા ખવાની બઝાર વિસ્તારમાં આવેલા આ બંને મકાનોના નવીનીકરણનું કામ હજી શરૂ કર્યું નથી. ચોમાસાના મુશળધાર વરસાદને કારણે ઇસ્લામાબાદ સહિત પાકિસ્તાનના ઘણા ભાગોમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે.