Site icon Revoi.in

દિલ્હી સહીત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ -આગામી દિવસોમાં પણ આ રાજ્યોમાં વરસાદની આગાહી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં  અનેક રાજ્યોમાં વરસાદ બાદ આ  વાતાવરણ ઠંડુ બન્યું છે. કેટલાક રાજ્યો એવા છે જ્યાં વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. મધ્યપ્રદેશના 20 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ રાજ્યમાં સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે.

આસાથે જ ગુજરાતમાં હવામાન વિભાગે 18 સપ્ટેમ્બરે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 19 સપ્ટેમ્બરે પણ ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે લોકોને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજરોજ સોમવારેદિલ્હી-NCRમાં દિવસભર વાદળછાયું આકાશ અને ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જો તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની ધારણા છે

આ સાથે જ રાજધાની દિલ્હી સહિત ઉત્તરાખંડ, જમ્મુ ડિવિઝન, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોમાં આજે એટલે કે 18 સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના છે.આ સહીત મધ્યપ્રદેશમાં પણ ભારે વસરાદ જામ્યો છે મધ્યપ્રદેશના 20 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે. ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ઘર અને દુકાનોમાં ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

તો બીજી તરફ યુપીમાં પણ વરસાદ બાદ હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર યુપીમાં આજે એટલે કે 18મી સપ્ટેમ્બરે મુશળધાર વરસાદ થવાની સંભાવના છે.
આ સહીત ઉત્તરાખંડ, જમ્મુ ડિવિઝન, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણામાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલયમાં 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે.