Site icon Revoi.in

બિહાર-ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Social Share

પટના, 14 જુલાઈ 2026: દેશભરમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના વિવિધ રાજ્યો માટે કડક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 થી 48 કલાક દેશના અનેક ભાગો માટે ભારે સાબિત થઈ શકે છે.

આજની સૌથી મોટી અપડેટ અનુસાર, દેશના બે પૂર્વીય રાજ્યોમાં મેઘરાજા કહેર વર્તાવી શકે છે. બિહાર અને ઓડિશા આ બંને રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. આ ધોધમાર વરસાદની સ્થિતિ આગામી દિવસ સુધી સતત ચાલુ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

મુખ્ય રાજ્યો ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પૂર્વોત્તર ભારત, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ આ વિસ્તારોમાં દિવસ દરમિયાન ગાજવીજ અને તેજ પવનો સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળી પડવાની પણ આશંકા વ્યક્ત કરી છે. ખાસ કરીને અંદામાન-નિકોબાર, આંધ્રપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને કર્ણાટક. અહીં લોકોને વીજળીના કડાકા-ભડાકા દરમિયાન સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

જ્યાં એક તરફ દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ તટીય આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં આજે આકરી ગરમી એટલે કે ‘લૂ’ ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Exit mobile version